જો બિડેન રાષ્ટ્રપતિ બનશે તો ચીન 20 દિવસમાં અમેરિકા પર કબ્જો કરી લેશે– ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યવાણી.. 

by Dr. Mayur Parikh
Trump In New York For Court Surrender In Hush Money Case

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

16 ઓક્ટોબર 2020

અમેરિકામાં 3 નવેમ્બર એ રાષ્ટ્રપતિ ની ચૂંટણી થવાની છે. USની ચૂંટણી પૂર્વે જ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિરોધી જો બિડેન પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જો બિડેન રાષ્ટ્રપ્રમુખ બને તો ચીન 20 દિવસની અંદર અમેરિકા પર કબજો કરી લેશે. પરંતુ, જો તેઓ ફરીથી રાષ્ટ્રપ્રમુખ બન્યા તો કોરોના માટે બેઈજિંગને જવાબદાર ઠેરવશે. એટલું જ નહીં, ટ્રમ્પે વચન આપતા કહ્યું કે, અમેરિકા ચંદ્ર પર પહેલા મહિલા અવકાશયાત્રીને ઉતારશે અને અમેરિકા ચંદ્ર પર પોતાનો ધ્વજ ફરકાવનારો પ્રથમ દેશ હશે.

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય સમ્મેલનમાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી સ્વીકાર્યા બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિપક્ષી જો બાઈડન પર ચીનને લઈને જોરદાર હુમલો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે 1 ઑક્ટોબરના રોજ ટ્રમ્પ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને સેનાની હોસ્પિટલમાં ચાર દિવસ દાખલ થયા હતા ત્યારબાદ ટ્રમ્પે પોતાને સ્વસ્થ જાહેર કર્યા હતા અને જાહેરમાં જનતાનું અભિવાદન કરવા પણ આવી ચૂક્યાં હતાં. વ્હાઇટ હાઉસના ડૉકટર્સએ તેમને હવે ચૂંટણી રેલીઓમાં સામેલ થવાની મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી જ ન્યૂયોર્ક, શિકાગો, ફ્લોરિડા, પિટ્સબર્ગ, શોબોયગન, વોશિંગ્ટન ડીસીની ઇકોનોમિક કલબને સંબોધિત કરતાં કહ્યું કે અમેરિકાની સામે સરળ વિકલ્પ હું એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ છે. એમ કહી લોકોને વોટ કરવાની અપીલ કરી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More