News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યોર્ક શહેરના મેયરની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાની પર આકરો પ્રહાર કર્યો છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો મમદાની જીતશે, તો આ શહેર સંપૂર્ણ આર્થિક અને સામાજિક આપત્તિનો શિકાર બનશે. ટ્રમ્પે મમદાનીને ‘કૉમ્યુનિસ્ટ’ ગણાવતા પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે મમદાનીની જીત થવા પર તેઓ ન્યૂ યોર્ક માટેનું ફેડરલ ફંડિંગ લઘુતમ સ્તર સુધી સીમિત કરી દેશે.
‘કૉમ્યુનિસ્ટને જવાબદારી મળે તો પૈસાનો બગાડ’
ટ્રમ્પે સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, “જો કૉમ્યુનિસ્ટ ઉમેદવાર ઝોહરાન મમદાની ન્યૂ યોર્ક શહેરના મેયરની ચૂંટણીમાં જીતશે, તો હું મારા વ્હાલા પહેલા ઘર માટે ફેડરલ ફંડિંગ ખૂબ ઓછું કરી દઈશ, જે ફક્ત ન્યૂનતમ જરૂરી રકમ હશે. કારણ કે કૉમ્યુનિસ્ટ મમદાનીના નેતૃત્વમાં આ મહાન શહેરના સફળ થવાની કે બચી રહેવાની કોઈ સંભાવના જ નથી! કૉમ્યુનિસ્ટને જવાબદારી મળવાથી સ્થિતિ વધુ બગડશે, અને રાષ્ટ્રપતિ તરીકે હું પૈસાનો બગાડ કરવા માંગતો નથી. દેશ ચલાવવો એ મારી ફરજ છે.”
આ સમાચાર પણ વાંચો : Ek Deewane Ki Deewaniyat OTT: સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવશે ‘એક દીવાને કી દીવાનીયત, ફિલ્મ ની રિલીઝ ને લઈને આવ્યું અપડેટ
ભારતીય મૂળના મમદાની રેસમાં આગળ
યુગાન્ડામાં જન્મેલા 34 વર્ષીય ઝોહરાન મમદાની ભારતીય મૂળના છે અને ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય તેમજ ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ છે. તેઓ જાણીતા ભારતીય ફિલ્મ નિર્દેશક મીરા નાયર અને યુગાન્ડાના લેખક મહમૂદ મમદાનીના પુત્ર છે.જૂનમાં ડેમોક્રેટિક પ્રાઇમરીમાં મમદાનીએ કુઓમોને હરાવીને જીત મેળવી હતી. હાલમાં તેઓ સ્વતંત્ર ઉમેદવાર કુઓમો અને રિપબ્લિકન સ્લિવા સામે ત્રિકોણીય મુકાબલામાં ચૂંટણીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. તાજેતરના પોલ્સમાં મમદાનીને 45.8% સમર્થન મળ્યું છે.
ટ્મ્પે કુઓમોને સમર્થન આપ્યું
ટ્રમ્પે કુઓમોના સમર્થનમાં કહ્યું, “તમને વ્યક્તિગત રીતે એન્ડ્રુ કુઓમો ગમે કે ન ગમે, તમારી પાસે કોઈ વિકલ્પ નથી. તમારે તેમને વોટ આપવો જ પડશે, અને આશા રાખવી પડશે કે તેઓ શાનદાર કામ કરશે. તે આને લાયક છે, મમદાની નહીં!” ટ્રમ્પે મમદાની પર નિશાન સાધતા કહ્યું કે તેમના સિદ્ધાંતો હજારો વર્ષોથી નિષ્ફળ રહ્યા છે અને તેઓ દુનિયાના સૌથી મહાન શહેરને તેની જૂની શાન ક્યારેય પાછી અપાવી શકતા નથી. તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર કર્ટિસ સ્લિવા પર પણ પ્રહાર કરતા કહ્યું કે “કર્ટિસ સ્લિવાને મત આપવો એટલે મમદાનીને મત આપવો.”
