Site icon

Illegal Bangladesh Immigrants : ભારતે કસ્યો કડક સકંજો (Control), બાંગ્લાદેશ ના તૌહિદ હુસૈનનો આક્ષેપ: “પ્રક્રિયા વિના લોકો પાછા મોકલાયા”

Illegal Bangladesh Immigrants :ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ 2000થી વધુ બાંગ્લાદેશી પાછા મોકલાયા, બાંગ્લાદેશ એ કૂટનીતિક પત્ર મોકલવાની તૈયારી બતાવી

Illegal Bangladesh Immigrants India Tightens Grip, Bangladesh Protests Over Deportation of Illegal Immigrants

Illegal Bangladesh Immigrants India Tightens Grip, Bangladesh Protests Over Deportation of Illegal Immigrants

 News Continuous Bureau | Mumbai

 Illegal Bangladesh Immigrants :ભારત દ્વારા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અંતર્ગત 7 મે 2025થી બાંગ્લાદેશી ઘૂસણખોરોને પાછા મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2000થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા છે. આ પગલાં બાદ બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહિદ હુસૈને ભારત પર આરોપ મૂક્યો છે કે ભારત કોઈ પણ કાનૂની પ્રક્રિયા વિના લોકોને બાંગ્લાદેશમાં ધકેલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ ભારતને આ મુદ્દે કૂટનીતિક પત્ર મોકલશે.

Join Our WhatsApp Community

 Illegal Bangladesh Immigrants : ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ 2000થી વધુ બાંગ્લાદેશી પાછા મોકલાયા

22 એપ્રિલના પહલગામ હુમલા બાદ ભારતે ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી શરૂ કરી. ઓપરેશન સિંદૂર હેઠળ દેશભરમાંથી બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરી તેમને IAF વિમાનો દ્વારા સરહદ સુધી લઈ જવામાં આવી રહ્યા છે. BSF તેમને તાત્કાલિક કેમ્પમાં રાખી, ખોરાક અને જરૂર પડે તો બાંગ્લાદેશી ચલણ આપી, પાછા મોકલે છે.

Illegal Bangladesh Immigrants : Bangladeshના તૌહિદ હુસૈનનો આક્ષેપ – “પ્રક્રિયા વિના ધકેલાયા લોકો”

તૌહિદ હુસૈને કહ્યું કે ભારત દ્વારા વિદેશી જાહેર કરીને લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશે કેટલાક કેસમાં નાગરિકતાની પુષ્ટિ કરી છે, પણ દરેક માટે કાઉન્સ્યુલર પ્રક્રિયા હોવી જોઈએ. તેમણે કહ્યું કે જો જરૂરી પડશે તો બીજું પત્ર પણ મોકલવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : India Pakistan Tension:ભારતના ફાઇટર પ્લેન આજે પાકિસ્તાનને અડીને આવેલા હવાઈ ક્ષેત્રમાં ઉતરશે, જાણો તણાવ વચ્ચે શું થવાનું છે?

  Illegal Bangladesh Immigrants : દિલ્હીમાંથી 16 બાંગ્લાદેશી ઝડપાયા, 18 વર્ષથી રહી રહ્યા હતા ભારતમાં

2 જૂને દિલ્હીની પોલીસે શાહદરા વિસ્તારમાંથી 16 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. તેઓએ કબૂલ્યું કે તેઓ 18-19 વર્ષ પહેલા રોજગારની તંગીથી ભારત આવ્યા હતા. તેઓ પશ્ચિમ બંગાળથી ટ્રેન દ્વારા દિલ્હી આવ્યા અને પછી હરિયાણાના ગામોમાં ઈંટ ભઠ્ઠીઓ પર કામ કરતા હતા.

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Exit mobile version