Site icon

કંગાળિયા પાકિસ્તાનને ફરી તમાચોઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે લોનની દરખાસ્તને ફરી ફગાવી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 26 નવેમ્બર  2021    
શુક્રવાર.

પોતાની નાપાક હરકતોથી બાઝ નહીં આવેલું પાકિસ્તાન કંગાળ થઈ ગયું છે. દેશમાં ચાલી રહેલી નાણાકીય મુશ્કેલીઓ વચ્ચે કેન્દ્રીય બેંક પાસેથી ઋણ લેવા માટે દરવાજા ખુલ્લા રાખવાની પાકિસ્તાનની વિનંતીને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ફગાવી દીધી છે. લોન પર લોન લઈને દેશને ચલાવી રહેલા પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આપેલો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો છે.

Join Our WhatsApp Community

IMF પાસે પાકિસ્તાને એક અબજ ડોલરની લોન માંગી હતી.જે આપવાની IMF એ ના પાડી દીધી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની સરકારે આઈએમએફને મનાવવા ભારે ધમપછાડા કર્યા છે. દેશમાં વીજળી, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે વધારો કર્યો છે પણ આમ છતા આઈએમએફને સંતોષ થયો નથી. હવે ઈમરાન ખાનને પોતાના મિત્ર ચીન અથવા ગલ્ફના દેશો સામે હાથ લંબાવવો પડવાનો છે.

આ અગાઉ પણ આઈએમએફ પાકિસ્તાન સરકારના કાલાવાલા બાદ પાકિસ્તાનની ઈકોનોમીને બચાવવા માટે 6 અબજ ડોલરની વધારાની લોન આપી હતી અને તેનો પહેલો હપ્તો એક અબજ ડોલર સ્વરુપે મળવાનો હતો. પરંતુ  પાકિસ્તાન અને આઈએમએફ વચ્ચે આ મુદ્દે સંમતિ થઈ નહોતી.

પાકિસ્તાનના ફાઈનાન્સ મિનિસ્ટર આઈએમએફને  મનાવવા માટે વોશિંગ્ટનમાં ધામાં નાખીને પડયા છે પણ આઈએમએફ કોઈ વાત સાંભળવા તૈયાર  નથી.

અમેરિકામાં કોરોના ફરી સક્રીય, સ્કૂલો ચાલુ થતાજ ૧ સપ્તાહમાં ૧.૪૧ લાખ બાળકો થયા સંક્રમિત

અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 10 અને 12 રુપિયાનો વધારો કર્યો છે.બીજી તરફ વીજળીના રેટ પ્રતિ યુનિટ 1.39 રુપિયા વધારી નાખ્યા છે.

દરેક પાકિસ્તાની પર હાલમાં 1.75 લાખ રુપિયાનુ દેવુ છે, જેમાં ઈમરાનખાન સરકારનુ યોગદાન 54 000 રુપિયાનું છે. આ બોજો છેલ્લા બે વર્ષમાં જ વધ્યો હોવાનું માનવામાં આવે છે.

India on Board of Peace:ટ્રમ્પની જાળમાં ફસાવા તૈયાર નથી પીએમ મોદી! ‘બોર્ડ ઓફ પીસ’ માં જોડાતા પહેલા ૧૦૦ વાર કેમ વિચારી રહ્યું છે ભારત? જાણો ૩ મુખ્ય કારણો
Russia-Ukraine War Update: મોસ્કોમાં વ્લાદિમીર પુતિન અને ટ્રમ્પના પ્રતિનિધિઓ વચ્ચે મોડી રાત સુધી ચાલી બેઠક; યુક્રેન શાંતિ કરાર પર અંતિમ મહોરની તૈયારી
US-Canada Tension: ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પીએમ માર્ક કાર્નીનું ‘બોર્ડ ઓફ પીસ’નું આમંત્રણ પાછું ખેંચ્યું; દાવોસ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં નવી રાજકીય લડાઈના એંધાણ.
US Withdraws from WHO: અમેરિકા વિના WHO પાંગળું? ટ્રમ્પના આદેશથી ફંડિંગ બંધ થતા જ વૈશ્વિક આરોગ્ય સંસ્થા આર્થિક કટોકટીમાં; જાણો શું થશે હવે આગળ.
Exit mobile version