News Continuous Bureau | Mumbai
ઇમરાન ખાન ગયા મહિને અવિશ્વાસ પ્રસ્તાવમાં હાર્યા બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી તેમની પાર્ટી તહરીક-એ-ઇન્સાફ(Tehreek-e-Insaf) શાહબાઝ શરીફની(shehbaz sharif) આગેવાનીવાળી સરકાર તરફથી વિદેશી ભેટોને લઈને અવરોધનો સામનો કરી રહી છે. એક પખવાડિયા પહેલા, ઇસ્લામાબાદ હાઈકોર્ટે(Islamabad High Court) નવી સરકારને ખાન દ્વારા તેમની સત્તાવાર મુલાકાતો પર મળેલી ભેટોની વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, અને કહ્યું હતું કે અન્ય દેશોની સરકારો દ્વારા સરકારી અધિકારીઓને આપવામાં આવેલી ભેટો પાકિસ્તાન સરકારની(Pakistan Govt) છે, કોઈ ચોક્કસ વ્યક્તિની નહીં. તેના જવાબમાં ખાને કહ્યું કે તે ભેટ તેમની છે અને તે તેની પસંદગી છે કે તે તેને પોતાની પાસે રાખે છે કે નહીં. પાકિસ્તાનના માહિતી પ્રધાન(Information Minister) મરિયમ ઔરંગઝેબે(Marriyum Aurangzeb ) દાવો કર્યો છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન(EX_Prime minister) ઇમરાન ખાને(Imran khan) ગયા મહિને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી હટાવ્યા પછી ૧૫ કરોડની કિંમતની લક્ઝુરિયસ કાર(Luxury car) સાથે લઇ ગયા છે. વધુમાં બીજા દેશના રાજદ્વારીએ ઈમરાનને હેન્ડ ગન ભેટમાં આપી હતી. પરંતુ ઇમરાને તેને દેશની ડિપોઝિટરી માં(Country Depository) જમા કરાવવાને બદલે મોંઘા ભાવે વેચી દીધી. દરમિયાન સમાચાર છે કે ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત. પાકિસ્તાનમાં વડાપ્રધાનનું ટેલિવિઝન કવરેજ ના થઈ શક્યો એટલે 17 કર્મચારીઓ સસ્પેન્ડ….