News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી(Corona pandamic) દરમિયાન વર્ક ફ્રોમ હોમ (work from home)કલ્ચર બધાને ફાવી ગયું હતું. જોકે મહામારી નિયંત્રણમાં આવતા ફરી લોકોને ઓફિસે(office) જવું પડી રહ્યું છે. જોકે ઘર બેઠા કામ કરવા ટેવાયેલા લોકોને હવે ઓફિસે જવાનું જોર પડી રહ્યું છે ત્યારે બ્રિટન(Britain)માં હવે નવી પહેલ અમલમાં આવી રહી છે. અહીં કર્મચારી(employee)ઓ માત્ર ચાર દિવસ કામ કરશે અને બાકીના દિવસ આરામ ફરમાવશે.
હકીકતમાં આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરતા પહેલાં દુનિયાના સૌથી મોટા પાઈલટ પ્રોજેક્ટ(Pilot project)ની ટ્રાયલ બ્રિટનમાં શરૂ થઇ રહી છે. તેમાં દેશની 70 કંપનીઓના 3300 કર્મચારીઓ 6 મહિના સુધી સપ્તાહ(4 days working in week) માં માત્ર ચાર દિવસ જ કામ કરશે.
આ ટ્રાયલ 100:80:100ના ગુણોત્તર પર આધારિત છે, જેમાં 100% પ્રોડક્ટિવિટી(productivity) જાળવી રાખવાના વાયદાના બદલામાં 80% સમય માટે 100% વેતન આપવામાં આવશે. થિન્ક ટેન્ક ઓટોનોમી(Think Tank Autonomy), 4 ડે વીક કેમ્પેઇન અને ક્રેમ્બિજ યુનિવર્સિટી, ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને બોસ્ટન કોલેજના સંશોધકોના સહયોગથી 4 ડે વીક ગ્લોબલ દ્વારા આયોજિત કરાશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તાઓ કાર મુક્ત જોવા મળી શકે છે – કાર-મુક્ત ઝોનની મુંબઈ કમિશનરની જાહેરાત- જાણો શું છે પ્લાન
આ દરમિયાન કોર્પોરેટ પ્રોડક્ટિવિટી(productivity)ની સાથે જ કર્મચારીઓના હિત અને પર્યાવરણ સહિત જાતીય સમાનતા પર અસરનું પણ આકલન કરાશે. આ માટે સંશોધકો પ્રત્યેક ભાગ લેનારા સંગઠનો સાથે જોડાશે. તેમાં સોફ્ટવેર ફર્મથી લઇને ચિપ્સ બનાવતી કંપનીને સામેલ કરાઇ છે.
આ વર્ષના અંત સુધીમાં સ્પેન(Spain) અને સ્કોટલેન્ડ(Scotland)માં પણ બ્રિટન(Britain)ની માફક જ ચાર દિવસીય સપ્તાહની ટ્રાયલ શરૂ કરે એવા મિડિયા અહેવાલ છે. કોરોના બાદ કંપનીઓ ઓછા કલાકોમાં વધુ આઉટપુટ કઇ રીતે આપી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી તેઓ સ્પર્ધા(competition)માં મજબૂત રીતે ટકી શકે.