Site icon

અજબ ગજબ:- આ દેશમાં લગ્ન માટે ભાડા પર બોલાવાય છે સંબંધીઓને, જાણો 1 કલાકનું ભાડું કેટલું?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 3 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

આપણા દેશમાં લોકો ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવાનું પસંદ કરે છે. ભારતનો પૂર્વ ભાગ હોય કે પશ્ચિમ. લગભગ દરેક જગ્યાએ લોકોમાં લગ્નને લઈને ઘણો ઉત્સાહ જોવા મળે છે. લોકો મોટી પાર્ટીઓનું આયોજન કરે છે અને તેમના તમામ મિત્રો, સંબંધીઓને તેમાં આમંત્રિત કરે છે. આવું લગભગ દરેક ધર્મના લોકો કરે છે, પરંતુ, શું તમે આવા કોઈ દેશ વિશે સાંભળ્યું છે જ્યાં લગ્નમાં ભાડાના સંબંધીઓને બોલાવવામાં આવે? તો હા, આ સત્ય છે. તે દક્ષિણ કોરિયા દેશની વાત છે.

ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર દક્ષિણ કોરિયામાં એક ખૂબ જ વિચિત્ર વાત જોવામાં આવી છે. લોકો પોતાના બાળકોના લગ્નમાં ભાડાના સંબંધીઓને બોલાવે છે. આ કામ માટે લોકો હજારો રૂપિયા ખર્ચે છે. પરંતુ, તમારા મનમાં એક પ્રશ્ન જરૂર ઊભો થતો હશે કે દક્ષિણ કોરિયામાં આવું કેમ થાય છે?

બાંદ્રા- વર્સોવા સી લિંકનું કામ ગોકળગાય ગતિએ; છેલ્લા 40 દિવસથી રોજ આટલા કરોડ દંડ ભરે છે તોય કોન્ટ્રાક્ટર સુધરતા નથી

કારણ એ છે કે દક્ષિણ કોરિયામાં એવું માનવામાં આવે છે કે લગ્નમાં જેટલા વધુ લોકો આવે તેટલું સમાજમાં સન્માન મળે. તમને જણાવી દઈએ કે આ ભાડે લીધેલા કલાકારોને ખૂબ જ સારી ટ્રેનિંગ આપવામાં આવે છે. તે આખા કાર્ય સાથે એવી રીતે ભળી જાય છે કે તે જાણવું ખૂબ મુશ્કેલ છે કે તે વાસ્તવિક સંબંધી છે કે ભાડે રાખેલો સંબંધી છે.

દક્ષિણ કોરિયાની એક સ્થાનિક વેબસાઈટે આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં એવી ઘણી એજન્સીઓ છે, જે સંબંધિત માંગ અનુસાર સપ્લાય કરે છે. આ ભાડાના સંબંધીઓ દર કલાકે 1000થી 1500 રૂપિયા વસૂલે છે.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version