Site icon

ભારત-રશિયા વેપાર: ક્રૂડ ઓઇલની રમત, ભારત-રશિયાએ અધધ આટલો બધો વેપાર કરી રેકોર્ડ બનાવ્યો

રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદીને કારણે ભારત અને રશીયાના વેપારમાં નવી ગતી આવી છે. પૂર્વ યુરોપમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, રશિયા અને ભારત વચ્ચેના વેપારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન અભૂતપૂર્વ તેજી જોવા મળી છે.

India and Russia business transaction hits record

ભારત-રશિયા વેપાર: ક્રૂડ ઓઇલની રમત, ભારત-રશિયાએ અધધ આટલો બધો વેપાર કરી રેકોર્ડ બનાવ્યો

News Continuous Bureau | Mumbai

વર્ષ 2022 સમગ્ર વિશ્વ માટે આર્થિક ફેરફારોથી ભરેલું હતું. આ સમયગાળા દરમિયાન આર્થિક સંબંધોમાં વ્યાપક ફેરફારો થયા અને ભારત પણ તેનાથી દુર રહી શક્યુ નહોતું. ખાસ કરીને ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધો પર નજર કરીએ તો તેમાં અભૂતપૂર્વ ફેરફારો થયા છે. બદલાયેલી પરિસ્થિતિમાં, બંને દેશો વચ્ચેનો વેપાર ઝડપથી વધ્યો અને ઇતિહાસમાં પ્રથમ વખત, રશિયા ભારતના ટોચના પાંચ વેપાર ભાગીદારોમાંનું એક બન્યું.

Join Our WhatsApp Community

ટાર્ગેટ 02 વર્ષ પહેલા પૂરો થયો

વર્ષ 2022 દરમિયાન ભારત અને રશિયા વચ્ચે $38.4 બિલિયનનો વેપાર થયો હતો. કોઈપણ એક વર્ષ દરમિયાન બંને દેશો વચ્ચેનો આ અત્યાર સુધીનો સૌથી વધુ વેપાર છે. આ માહિતી રશિયન કંપની રોસનેફ્ટ ઓઈલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઈગોર સેચિને આપી હતી. તેઓ હાલ ભારતની મુલાકાતે છે. તેમણે કહ્યું કે બંને દેશોના નેતાઓએ વર્ષ 2025 સુધીમાં પરસ્પર વેપારમાં $30 બિલિયન સુધી પહોંચવાનો લક્ષ્‍યાંક રાખ્યો હતો, પરંતુ તે સમય પહેલા જ હાંસલ કરવામાં આવ્યો છે.

કરાર પર હસ્તાક્ષર કર્યા

સેચિનની મુલાકાત દરમિયાન, રોઝનેફ્ટ ઓઈલ કંપની અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે તેલનો પુરવઠો વધારવા અને ભારતમાં ઉપલબ્ધ ગ્રેડમાં વૈવિધ્યીકરણ કરવા અંગેના મુદત કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. રોઝનેફ્ટ ઓઈલ કંપની વતી સીઈઓ ઈગોર સેચીન અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વતી શ્રીકાંત માધવ વૈદ્ય દ્વારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી હાજર હતા.

આ સમાચાર પણ વાંચો : મોદી સામે મેદાને પડેલા અરવિંદ કેજરીવાલ દંડાયા. PM મોદીની ડિગ્રી માંગવાના મામલે HCનો આવ્યો નિર્ણય, અરવિંદ કેજરીવાલને દંડ

આ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી

આ દરમિયાન, બંને પક્ષોએ ઉર્જા ક્ષેત્રની સમગ્ર પુરવઠા શૃંખલામાં ભાગીદારી વધારવાની રીતો પર ચર્ચા કરી, જેમાં રોસનેફ્ટ ઓઈલ કંપની અને ભારતીય કંપનીઓ વચ્ચે રૂપિયા અને રૂબલમાં ચૂકવણી કરવાની શક્યતાઓ સામેલ છે. આ ઉપરાંત, સખાલિન-1, તાસ-યુર્યાખ અને વાનકોર્નેફ્ટ સહિત રોઝનેફ્ટ અને ભારતીય કંપનીઓના વિવિધ સંયુક્ત પ્રોજેક્ટના ચાલી રહેલા અમલીકરણની પણ નોંધ લેવામાં આવી હતી.

અપટ્રેન્ડ ચાલુ રહેશે

રેટિંગ એજન્સી S&P500 એ તાજેતરમાં એક અહેવાલમાં જણાવ્યું હતું કે 2022 દરમિયાન રશિયા અને ભારત વચ્ચેના વેપારમાં તેજી વર્ષ 2023 દરમિયાન પણ ચાલુ રહી શકે છે. એજન્સીએ કહ્યું હતું કે રશિયાથી ભારતની આયાત વધુ વધી શકે છે. બીજી તરફ રશિયાની વાત કરીએ તો ગયા વર્ષે ચીન તેનો સૌથી મોટો આયાતકાર હતો. આ વર્ષે પણ ચીન રશિયાનું સૌથી મોટું ખરીદનાર બની શકે છે.

US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
India-EU Trade Deal: ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ! ટ્રમ્પ વહીવટીતંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી.
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Exit mobile version