ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
ભારત કાશ્મીર મામલે એક પછી એક કડક પગલાં ભરી રહ્યું છે. પરિણામ સ્વરૂપ અને પાકિસ્તાન વૈશ્વિક સ્તર પર ઉઘાડું પડી ગયું છે. ભારતે હુકમ પત્તું ઉતરીને કાશ્મીરમાં ખાડી દેશો ને રોકાણનું આમંત્રણ આપી દીધું છે. દુબઈ નિર્ણય કર્યો છે કે તેઓ કાશ્મીરમાં રોકાણ કરશે. આ સમાચાર વાયુવેગે ફેલાયા અને પાકિસ્તાન ની ફજેતી થઈ ગઈ. હવે આ સંદર્ભે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજપુત અબ્દુલ બાસિતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પાકિસ્તાન હવે એક આંતરરાષ્ટ્રીય સ્તર પર મજાકનું કેન્દ્ર બની ગયું છે. પાકિસ્તાન એક પછી એક ડિપ્લોમેટિક હાર નો સામનો કરી રહ્યું છે. આવા પ્રકારના રોકાણથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત વધુ મજબૂત દેશ બની જશે.
