News Continuous Bureau | Mumbai
India-EU FTA: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલી મુક્ત વ્યાપાર કરારની ચર્ચા હવે અંતિમ તબક્કે છે. આગામી ૨૭ જાન્યુઆરીએ ભારત-EU શિખર સંમેલન દરમિયાન આ કરાર પર મહોર લાગી શકે છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ કરારને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવ્યો છે, કારણ કે તે વિશ્વની ૨ અબજની વસ્તી અને વૈશ્વિક જીડીપીના ચોથા ભાગને પ્રભાવિત કરશે. આ કરાર બાદ યુરોપના ૪૫૦ મિલિયન લોકોના વિશાળ બજારમાં ભારતને ટેક્સ વગર પ્રવેશ મળશે.
અમેરિકા અને ચીનને કેવી રીતે લાગશે ફટકો?
ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદીને આર્થિક ગતિ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે ચીન સાથે ભારતનો વ્યાપાર ખાધ (Trade Deficit) મોટો મુદ્દો છે. યુરોપ સાથે FTA થવાથી: ૧. અમેરિકાનું દબાણ ઘટશે: ભારત હવે માત્ર અમેરિકાના માર્કેટ પર નિર્ભર નહીં રહે. યુરોપ ભારત માટે વિશ્વાસપાત્ર સપ્લાય ચેઈન પાર્ટનર બનશે. ૨. ચીનનો વિકલ્પ: ભારત લાંબા સમયથી ચીનનો મજબૂત વિકલ્પ શોધી રહ્યું છે. યુરોપિયન રોકાણથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધશે અને ચીની વસ્તુઓની આયાત ઘટાડવામાં મદદ મળશે.
આ સમાચાર પણ વાંચો : Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
ભારતના અર્થતંત્રને શું ફાયદો થશે?
વર્ષ ૨૦૨૪-૨૫માં ભારત અને EU વચ્ચે અંદાજે ૧૧.૮ લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર થયો હતો. FTA બાદ આ વ્યાપાર ૧૩૬ અબજ ડોલરથી વધીને ૨૦૦ થી ૨૫૦ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. ભારતની સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ વસ્તુઓની યુરોપમાં નિકાસ વધશે. જોકે, ભારતે આ કરારમાં પોતાની કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સને સુરક્ષિત રાખવા માટે તેમને FTA થી બહાર રાખ્યા છે.
યુરોપ માટે ભારત કેમ જરૂરી?
યુરોપ અત્યાર સુધી મોટાભાગનું ફંડ અમેરિકામાં રોકતું હતું, પરંતુ હવે અમેરિકાનો વિકાસ દર ભારત જેટલો ઝડપી નથી. અમેરિકાના સતત દબાણને કારણે યુરોપ પણ નવા બજારો શોધી રહ્યું છે. ઝડપથી વિકસતી ભારતીય અર્થવ્યવસ્થા યુરોપ માટે મોટું બજાર પૂરું પાડે છે. આ ડીલથી ભારતીય સ્ટાર્ટઅપ્સને ઇલેક્ટ્રિક વ્હીકલ, ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મોટું યુરોપિયન ફંડિંગ મળી શકે છે.