India France strategic partnership: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે ફ્રાંસના રાષ્ટ્રપતિના વિમાનમાં પેરિસથી માર્સેલી સુધી એક સાથે ઉડાન ભરી હતી, જે બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમ અને મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પછી માર્સેલી પહોંચ્યા પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ હતી. બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે તેમની મજબૂત કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી, જે છેલ્લાં 25 વર્ષમાં સતત બહુઆયામી સંબંધો તરીકે વિકસિત થઈ છે.
આ મંત્રણામાં ભારત-ફ્રાંસની વ્યૂહાત્મક ભાગીદારીના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. બંને નેતાઓએ સંરક્ષણ, નાગરિક પરમાણુ ઊર્જા અને અંતરિક્ષનાં વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહકારની સમીક્ષા કરી હતી. તેમણે ટેકનોલોજી અને ઇનોવેશનનાં ક્ષેત્રોમાં સહયોગને મજબૂત કરવાની રીતો પર પણ ચર્ચા કરી હતી. ભાગીદારીનું આ ક્ષેત્ર હાલમાં જ સંપન્ન થયેલી એઆઇ એક્શન સમિટ અને વર્ષ 2026માં ભારત-ફ્રાંસનાં ઇનોવેશન વર્ષની પૃષ્ઠભૂમિમાં વધારે મહત્ત્વપૂર્ણ છે. બંને નેતાઓએ વેપાર અને રોકાણનાં સંબંધોને વધારવા માટે પણ અપીલ કરી હતી તથા આ સંબંધમાં 14મા ભારત -ફ્રાંસ સીઇઓ ફોરમનાં અહેવાલને આવકાર આપ્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, પ્રવાસન, શિક્ષણ અને લોકો વચ્ચેનાં સંબંધોનાં ક્ષેત્રોમાં ચાલી રહેલા સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઇન્ડો-પેસિફિક તથા વૈશ્વિક મંચો અને પહેલોમાં જોડાણને વધારે ગાઢ બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Women empowerment: આ યોજના થકી ગુજરાતની મહિલાઓ બની સ્વાવલંબી, રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૬૫ વર્ષની મહિલાઓને મળી રહ્યો છે લાભ
India France strategic partnership: આ વાતચીત બાદ ભારત-ફ્રાંસના સંબંધો માટે આગળ વધવાનો રસ્તો દર્શાવતું એક સંયુક્ત નિવેદન સ્વીકારવામાં આવ્યું હતું. ટેકનોલોજી અને નવીનીકરણ, નાગરિક પરમાણુ ઊર્જા, ત્રિકોણીય સહકાર, પર્યાવરણ, સંસ્કૃતિ અને લોકોથી લોકો વચ્ચેનાં સંબંધોનાં ક્ષેત્રોમાં 10 પરિણામોને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું (યાદી સાથે જોડવામાં આવ્યું હતું).
રાષ્ટ્રપતિ મેક્રોને માર્સેલી નજીક તટીય શહેર કેસિસમાં પ્રધાનમંત્રીના સન્માનમાં એક ડિનરનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મેક્રોનને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
India France strategic partnership: નિષ્કર્ષોની યાદીઃ પ્રધાનમંત્રીની ફ્રાંસની મુલાકાત (10-12 ફેબ્રુઆરી, 2025)
ક્રમ | સમજૂતી કરારો/ સમજૂતીઓ/સુધારાઓ | ક્ષેત્રો |
1. | આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભારત ફ્રાંસનું ઘોષણાપત્ર (એઆઇ) | ટેકનોલોજી અને નવીનીકરણ, એસએન્ડટી |
2. | ભારત-ફ્રાંસ ઇન્નોવેશન વર્ષ 2026 માટે લોગો લોંચ | ટેકનોલોજી અને નવીનીકરણ, એસએન્ડટી |
3. | ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીએસટી) અને ઇન્સ્ટિટ્યૂટ નેશનલ ડી રેચે એન ઇન્ફોર્મેટીક એટ ઓટોમેટીક (આઇએનઆરઆઇએ) વચ્ચે ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફોર ધ ડિજિટલ સાયન્સિસની સ્થાપના કરવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ | ટેકનોલોજી અને નવીનીકરણ, એસએન્ડટી |
4. | ફ્રેન્ચ સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેટર સ્ટેશન એફ ખાતે 10 ભારતીય સ્ટાર્ટ અપની યજમાની માટે સમજૂતી | ટેકનોલોજી અને નવીનીકરણ, એસએન્ડટી |
5. | એડવાન્સ મોડ્યુલર રિએક્ટર્સ અને સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ પર ભાગીદારીની સ્થાપના પર આશયની ઘોષણા | નાગરિક પરમાણુ ઊર્જા |
6. | ગ્લોબલ સેન્ટર ફોર ન્યૂક્લિયર એનર્જી પાર્ટનરશિપ (જીસીએનઇપી) સાથે સહકાર સાથે સંબંધિત ફ્રાંસનાં કમિસેરિયાત એનાંઇલ એનર્જી એટોમિક એન્ડ ઓક્સ એનર્જીસ અલ્ટરનેટિવ્સ ઑફ ફ્રાન્સ (સીએઇ) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)નું નવીનીકરણ | નાગરિક પરમાણુ ઊર્જા |
7. | જીસીએનઇપી ભારત અને ઇન્સ્ટિટ્યૂટ ફોર ન્યૂક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી (આઇએનએસટીએન) ફ્રાન્સ વચ્ચે સહકાર સાથે સંબંધિત ભારતનાં ડીએઇ અને ફ્રાંસનાં સીઇએ વચ્ચે અમલીકરણની સમજૂતી | નાગરિક પરમાણુ ઊર્જા |
8. | ત્રિકોણીય વિકાસ સહકાર પર જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્ટ | ઈન્ડો-પેસિફિક/સાતત્યપૂર્ણ વિકાસ |
9. | માર્સેલીમાં ભારતના વાણિજ્ય દૂતાવાસનું સંયુક્ત ઉદઘાટન | સંસ્કૃતિ/ લોકો- થી-લોકો |
10. | પર્યાવરણ ક્ષેત્રે ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન, બાયોડાયવર્સિટી, જંગલો, દરિયાઇ બાબતો અને મત્સ્યપાલન મંત્રાલય તથા પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય વચ્ચે ઇરાદાની જાહેરાત. | પર્યાવરણ |
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed