સેન્ટ્રલ અમેરિકન દેશ ડોમિનિકામાં પકડાયેલા PNB લોન કૌભાંડના આરોપી અને હીરાના વેપારી મેહુલ ચોકસીને ટૂંક સમયમાં ભારત લાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે.
ભારતે ડોમિનિકા સમક્ષ મેહુલ ચોકસીના પ્રત્યર્પણની માગણી કરી છે અને તેને લેવા માટે પ્રત્યર્પણના દસ્તાવેજો સાથે એક ખાનગી વિમાન ડોમિનિકા પહોંચી ગયું છે.
એન્ટીગાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉનીએ પોતે જ એની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ભારતથી આવેલું ખાનગી વિમાન હાલ ડોમિનિકાના ડગ્લાસ ચાર્લ્સ ઍરપૉર્ટ પર ઊભું છે.
મેહુલ ચોકસી હાલ કેરિબિયન ટાપુઓમાં છે, જ્યાં તે એન્ટીગુઆથી ભાગીને ક્યુબા જઈ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 62 વર્ષીય મેહુલ ચોકસી 2018થી એન્ટીગુઆની નાગરિકતા મેળવીને ત્યાં નિવાસ કરી રહ્યો છે.
'જા કુત્તા બિલ્લી કો માર' : રાજ્ય સરકારે દુકાન ખોલવાનો મામલો પાલિકાના માથે ધકેલી દીધો
