Site icon

Forest Conservation: યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટના 19મા સત્રમાં ભારતે વન સંરક્ષણ અને ટકાઉ વન વ્યવસ્થાપન પહેલને હાઇલાઇટ કરી

Forest Conservation: ભારતે 6 મેથી 10 મે 2024 દરમિયાન ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે આયોજિત યુનાઈટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ્સ (UNFF)ના 19મા સત્રમાં ભાગ લીધો હતો. સત્ર દરમિયાન, ભારતે વન સંરક્ષણ અને ટકાઉ વન વ્યવસ્થાપનમાં દેશની નોંધપાત્ર પ્રગતિઓ પર પ્રકાશ પાડ્યો હતો.

India highlights forest conservation and Sustainable forest management at UN Forum on Forests.

India highlights forest conservation and Sustainable forest management at UN Forum on Forests.

News Continuous Bureau | Mumbai

Forest Conservation: ભારતે 6 મેથી 10 મે 2024 દરમિયાન ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે આયોજિત યુનાઈટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ્સ ( UNFF ) ના 19મા સત્રમાં ભાગ લીધો હતો. સત્ર દરમિયાન, ભારતે વન સંરક્ષણ અને ટકાઉ વન વ્યવસ્થાપનમાં દેશની નોંધપાત્ર પ્રગતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. જેના કારણે છેલ્લા પંદર વર્ષોમાં વન આવરણમાં સતત વધારો થયો છે. વૈશ્વિક સ્તરે, ભારત 2010 અને 2020ની વચ્ચે સરેરાશ વાર્ષિક વન વિસ્તારના શુદ્ધ લાભના મામલે ત્રીજા ક્રમે છે.

Join Our WhatsApp Community

ભારતે ( India ) જૈવવિવિધતા અને વન્યજીવન સંરક્ષણને ( wildlife conservation ) ઉચ્ચ પ્રાથમિકતા આપી છે, જેણે સંરક્ષિત વિસ્તારોનું નેટવર્ક એક હજારથી વધુ વન્યજીવ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, વાઘ અભયારણ્યો, બાયોસ્ફીયર રિઝર્વ અને અન્ય વન્યજીવોના નિવાસસ્થાનોમાં વિસ્તરણ કર્યું છે. પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ અને પ્રોજેક્ટ એલિફન્ટના 30 વર્ષ નિમિત્તે તાજેતરની ઉજવણીઓ પ્રજાતિઓના સંરક્ષણ અને નિવાસસ્થાન સંરક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ભારતે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સની રચના પર પણ પ્રકાશ પાડ્યો હતો, જે સહયોગી આંતરરાષ્ટ્રીય પ્રયાસો દ્વારા વિશ્વભરની સાત મોટી બિલાડીની પ્રજાતિઓનું રક્ષણ અને સંરક્ષણ કરવાના હેતુથી અન્ય એક મહત્વપૂર્ણ પગલું છે.

ભારતે ‘ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ’ની ( Green Credit Program ) રજૂઆત પણ શેર કરી, જેનાથી વૃક્ષારોપણ અને ક્ષીણ થઈ ગયેલી જંગલ જમીનને પુનઃસ્થાપિત કરવા પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય જળવાયુ કાર્યવાહી પહેલને વધુ મજબૂત કરવાનો છે.

અગાઉ, ઓક્ટોબર 2023માં, ભારતે દેહરાદૂન ખાતે UNFF હેઠળ કન્ટ્રી લેડ ઇનિશિયેટિવનું આયોજન કર્યું હતું, જેમાં 40 દેશો અને 20 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને ફોરેસ્ટ ફાયર મેનેજમેન્ટ અને ફોરેસ્ટ સર્ટિફિકેશન પર ચર્ચા કરી હતી. આ પહેલની ભલામણો ભારત દ્વારા UNFF 19 દરમિયાન રજૂ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  Foreign Funds in India : વિદેશમાંથી પૈસા મોકલવામાં ભારતીયો સૌથી આગળ, વિદેશમાં 111 અબજ ડોલર દેશમાં પરત મોકલતા સર્જાયો નવો રેકોર્ડ..

મંત્રાલયે એજન્સી ફોર ઈન્ટીગ્રેટેડ રૂરલ ફાયર મેનેજમેન્ટ, પોર્ટુગલ, કોરિયા ફોરેસ્ટ સર્વિસ અને ઈન્ટરનેશનલ ટ્રોપિકલ ટિમ્બર ઓર્ગેનાઈઝેશન ( ITTO ) સાથે ભાગીદારીમાં ‘કોલાબોરેટિવ ગવર્નન્સ દ્વારા લેન્ડસ્કેપ ઈન્ટિગ્રેટેડ ફાયર મેનેજમેન્ટ માટે સિદ્ધાંતો અને વ્યૂહરચનાઓ’ પર એક સાઈડ ઈવેન્ટનું પણ આયોજન ન્યુયોર્ક ખાતે UNFF 19માં કર્યું હતું..

UNFF 19એ વન નાબૂદી અને જંગલોની ક્ષતિને રોકવા અને જમીનની અધોગતિને રોકવા માટે તાત્કાલિક અને ઝડપી પગલાં લેવાની ઘોષણામાં પરિણમ્યું, જેમાં વન માટે સંયુક્ત રાષ્ટ્રની વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ અને વૈશ્વિક વન લક્ષ્યોની સિદ્ધિનો સમાવેશ થાય છે.

ભારતીય પ્રતિનિધિમંડળનું ( Indian delegation ) નેતૃત્વ ભારત સરકાર પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ અને વિશેષ સચિવ, શ્રી જિતેન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Air Force One: દુનિયાના સૌથી સુરક્ષિત વિમાનમાં ‘ગાબડું’! ટ્રમ્પના એર ફોર્સ વન ફેઈલ થતા ખળભળાટ; દાવોસ પહોંચતા પહેલા જ અધવચ્ચે અટક્યા રાષ્ટ્રપતિ
Exit mobile version