News Continuous Bureau | Mumbai
India Maldives: પર્યટન દેશ માલદીવમાંથી ભારતીય સૈનિકો ( Indian troops ) ને પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ભારતે આ પગલું માલદીવ ( Maldives ) ના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુના નિવેદનના થોડા અઠવાડિયા પછી ઉઠાવ્યું છે. આ અંગેનો અહેવાલ માલદીવના અખબાર મિહારુમાં પ્રકાશિત થયો છે. જે જણાવે છે કે અડ્ડુના દક્ષિણી એટોલમાં તૈનાત 25 ભારતીય સૈનિકો રવિવારે માલદીવ છોડ્યું હતું. જો કે આ અંગે માલદીવ કે ભારતીય સત્તાવાળાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
10 મે પછી ભારતીય સૈનિક તેમના દેશમાં હાજર રહેશે નહીં
મહત્વનું છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ થોડા દિવસો પહેલા જ તેમના ભારત વિરોધી નિવેદનબાજીને વધુ તીવ્ર કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘10 મે પછી કોઈપણ ભારતીય સૈનિક તેમના દેશમાં હાજર રહેશે નહીં. સાદા કપડામાં પણ નહીં.’ મુઈઝ્ઝુનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારતીય નાગરિક ટીમ થોડા સમય પહેલા હળવા હેલિકોપ્ટરનું સંચાલન કરતા સૈન્ય કર્મચારીઓને બદલવા માટે માલદીવ પહોંચી હતી.
આ સમાચાર પણ વાંચો : Share Market શેરબજારમાં ભારે ઉતાર ચઢાવ, રોકાણકારો રાતા પાણીએ રોયા; એક જ દિવસમાં અધધ આટલા લાખ કરોડ ગુમાવ્યા
2 હેલિકોપ્ટર અને 1 એરક્રાફ્ટનું સંચાલન
ઉલ્લેખનીય છે કે મુઈઝ્ઝુને ચીન તરફી માનવામાં આવે છે. માલદીવે હાલમાં જ ચીન સાથે મફત સૈન્ય સહાય મેળવવા માટે કરાર કર્યો છે. 2 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બંને પક્ષો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, માલદીવના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત આ ટાપુ દેશમાં 3 ઉડ્ડયન પ્લેટફોર્મમાં તેના સૈન્ય કર્મચારીઓને બદલશે અને આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 10 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. થોડા દિવસો પહેલા સુધી 88 ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં હાજર હતા. આ મુખ્યત્વે 2 હેલિકોપ્ટર અને 1 એરક્રાફ્ટ ચલાવવા માટે તૈનાત હતા. આના દ્વારા સેંકડો તબીબી બચાવ અને માનવતાવાદી સહાય મિશન પૂર્ણ થયા છે. હવે માલદીવે શ્રીલંકા સાથે મેડિકલ રેસ્ક્યુ મિશન માટે એરક્રાફ્ટ ચલાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ દર્શાવે છે કે તે તમામ ભારતીય સૈનિકોને હટાવવા તરફ વળેલો હતો.