ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
ભારતનો પાડોશી દેશ હૉન્ગકૉન્ગ પોતાના દેશમાં મોજૂદ કોરોનાની રસી કચરામાં ફેંકવાની તૈયારી કરી રહ્યું છે. વાત એમ છે કે આ દેશની કુલ વસ્તી 75 લાખ છે, પરંતુ આ દેશના માત્ર ૧૪ ટકા લોકોએ બે રસી લીધી છે, જ્યારે કે માત્ર ૧૯ ટકા લોકોએ પહેલી રસી લીધી છે. આ ઉપરાંત હૉસ્પિટલના એક તૃતીયાંશ સ્ટાફે રસી લીધી છે. અહીંના લોકો રસી લેતા ગભરાય છે તેમ જ રજિસ્ટ્રેશન કરીને રસી લેતા નથી. પરિણામ સ્વરૂપ આગામી ત્રણ મહિનામાં રસીના સ્ટૉકની એક્સ્પાયરી ડેટ આવી જશે. આથી આ રસીને ફેંકી દેવી પડશે.
ઉલ્લેખનીય છે કે હૉન્ગે વિશ્વનો એવો દેશ છે જેની પાસે પોતાની જનતા માટે 100 ટકા રસી ઉપલબ્ધ છે, પરંતુ અહીંના લોકો રસી લેવા તૈયાર નથી. બીજી તરફ ભારત અને આફ્રિકાના દેશોમાં રસી માટે રમખાણ મચી ગયું છે, પરંતુ અહીં રસી ઉપલબ્ધ નથી.