ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ભારત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.
ભારત સરકારે નિર્ણય કર્યો છે કે તમામ કર્મચારીઓ, અધિકારીઓને મઝાર-એ-શરીફથી પાછા બોલાવવામાં આવશે.
મઝાર-એ-શરીફમાં રહેલા ભારતીય દૂતાવાસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે મંગળવાર સાંજના મઝાર-એ-શરીફથી એક સ્પેશિયલ ફ્લાઇટ નવી દિલ્હી માટે રવાના થશે, જે ભારતીય આસપાસ છે તેઓ સાંજની ફ્લાઇટથી નવી દિલ્હી રવાના થઈ જાય.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં અત્યારે તાલિબાનનો કબજો છે. રાજધાની કાબૂલ સહિત કેટલાક અન્ય સ્થાનો પર જ હવે અફઘાની સરકાર એક્ટિવ છે.
ભારત અફઘાનિસ્તાનમાં એક મહત્વનો ભાગ ભજવે છે, આવામાં તાલિબાન તરફથી ભારતીય લોકો પર નિશાન સાધી શકાય છે.