News Continuous Bureau | Mumbai
આખરે 10 મહિના બાદ ભારતે(India) કાબુલમાં(Kabul) પોતાની એમ્બેસીને(embassy) ફરી શરૂ કરી છે.
સંયુક્ત સચિવ સ્તરના(Joint Secretary level) અધિકારીના નેતૃત્વમાં એક ટીમ અફઘાનિસ્તાનના(Afghanistan) કાબુલમાં પાછી ફરી છે અને ભારતના આ પગલાથી તાલિબાન સરકાર(Taliban government) ખુશ થઈ ગઈ છે.
ભારતના વિદેશ મંત્રાલયનુ(Ministry of External Affairs) કહેવુ છે કે, આ ટીમ માનવીય સહાય(Humanitarian aid) પૂરી પાડવાની કામગીરીનુ કો-ઓર્ડિનેશન(Co-ordination) કરશે અને તેના પર નજર પણ રાખશે.
હવે તાલિબાને બીજા દેશોને પણ પોતાની એમ્બેસી ફરી શરૂ કરવા માટે અપીલ કરી છે.
ઉલેખનીય છે કે ગત વર્ષના ઓગસ્ટમાં તાલિબાને સત્તા કબ્જે કર્યા પછી ભારત અફઘાનિસ્તાનમાંથી નીકળી ગયુ હતુ અને રાજદૂતાવાસ બંધ કરી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનના જુઠ્ઠાણાનો થયો પર્દાફાશ- 26-11 મુંબઈ હુમલાનો આ માસ્ટરમાઈન્ડ આતંકવાદી જીવતો ઝડપાયો- થઇ 15 વર્ષની જેલ