India Slams China Pakistan UNSC Terrorism ‘આતંકીઓની ઢાલ બનવાનું બંધ કરો’ UNSCમાં ભારતે ચીન અને પાકિસ્તાનને જાહેરમાં ઉઘાડા પાડ્યા

India Slams China Pakistan UNSC Terrorism આતંકવાદીઓની લિસ્ટિંગ અને સેન્ક્શન્સ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા ભારતની ભારપૂર્વક માંગ, સંકીર્ણ રાજકીય સ્વાર્થ માટે યુએનનો દુરુપયોગ ન કરવા તાકીદ

by Krishna
India Slams China Pakistan UNSC Terrorism  ‘આતંકીઓની ઢાલ બનવાનું બંધ કરો’ UNSCમાં ભારતે ચીન અને પાકિસ્તાનને જાહેરમાં ઉઘાડા પાડ્યા

 

News Continuous Bureau | Mumbai

India Slams China Pakistan UNSC Terrorism સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ભારતે ફરી એકવાર પાકિસ્તાન અને ચીનને આડે હાથ લેતાં આતંકવાદીઓ માટે ઢાલ બનવાનું બંધ કરવા કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર જેવા વૈશ્વિક મંચનો ઉપયોગ પોતાના સંકીર્ણ રાજકીય સ્વાર્થ સાધવા કે વૈશ્વિક આતંકવાદીઓને રક્ષણ આપવા માટે ન થવો જોઈએ. આતંકવાદીઓની ગ્લોબલ લિસ્ટિંગ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપ સાંખી લેવામાં આવશે નહીં.

India Slams China Pakistan UNSC Terrorism – આતંકવાદી લિસ્ટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતાની માંગ

સુરક્ષા પરિષદની કાર્યપ્રણાલી પર યોજાયેલી ખુલ્લી ચર્ચા દરમિયાન ભારતના પ્રતિનિધિ અંબાબેસેડર યોજના પટેલે ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના પરોક્ષ પ્રહારો કર્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે આતંકવાદીઓને પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવા (Terrorist Listing) કે તેમાંથી હટાવવાની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને નિષ્પક્ષતા હોવી જોઈએ. કોઈપણ નક્કર દસ્તાવેજ કે પુરાવા વિના માત્ર રાજકીય લાભ ખાતર આતંકવાદીઓને ક્લીનચીટ આપવાની પ્રથા બંધ થવી જોઈએ.

India Slams China Pakistan UNSC Terrorism – સેન્ક્શન્સ કમિટીઓના અધ્યક્ષોની નિમણૂકમાં વિલંબ સામે ચિંતા

ભારતીય પ્રતિનિધિએ આતંકવાદ વિરોધી અને પ્રતિબંધો સાથે જોડાયેલી ૧૨૬૭ અલ-કાયદા જેવી મહત્વની સહાયક સમિતિઓના અધ્યક્ષોની નિમણૂકમાં થઈ રહેલા અસાધારણ વિલંબ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે કાઉન્સિલના આંતરિક મતભેદોના કારણે નિર્ણયો અટકી રહ્યા છે, જે આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈની વિશ્વસનીયતા અને સંસ્થાકીય અખંડિતતાને નુકસાન પહોંચાડી રહ્યું છે.

India Slams China Pakistan UNSC Terrorism – ૧૯૪૫ના માળખામાં સુધારાની તાતી જરૂરિયાત

ભારતે યુએન સુરક્ષા પરિષદમાં માળખાકીય સુધારાની (UNSC Reforms) માંગણીનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે વર્ષ ૧૯૪૫ની દુનિયા અને આજના સમયમાં ધરખમ ફેરફાર થયો છે. ૮૦ વર્ષ જૂના સંઘર્ષના આધારે આજના વૈશ્વિક નિર્ણયો અને પદ્ધતિઓ અનંતકાળ સુધી ચલાવી શકાય નહીં. વર્તમાન વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા માટે સુરક્ષા પરિષદનું વિસ્તરણ અને સુધારા વહેલી તકે અમલમાં લાવવા અનિવાર્ય છે.

👉 આ સમાચાર વાચો:
Abhijeet Dipke Maharashtra Minister Resignation શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ! સરકારી સ્કૂલોની દુર્દશા મુદ્દે અભિજીત દિપકેનો મહારાષ્ટ્ર સરકાર પર મોટો પ્રહાર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More