News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાયેલી ઇસ્લામિક સહયોગ સંગઠન(OIC)ની બેઠકમાં ઈમરાને ફરી એક વાર કાશ્મીર રાગ આલાપ્યો છે.
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીનનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે વાંધો ઉઠાવ્યો છે.
ભારત વતી કહેવામાં આવ્યું કે, OICની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જે રીતે નિવેદન આપ્યું છે તેને ભારત નકારે છે.
વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારતનો આંતરિક મામલો છે. ચીન સહિત અન્ય દેશોને તેની વિશે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી.
આ સમાચાર પણ વાંચો : સો. મીડિયા પ્લેટફોર્મ બાદ હવે રશિયાએ ગૂગલ ન્યૂઝ પર લગાવ્યો પ્રતિબંધ, આ આરોપ લગાવીને કરી દીધું બેન; જાણો વિગતે
