News Continuous Bureau | Mumbai
India vs China : ભારત માટે વધુ એક રાહતના સમાચાર છે. ભારતે હવે સેવા ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે. નાણાકીય વર્ષ 2024માં ભારતની સેવાઓની નિકાસમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે. તેનાથી ભારતને ઘણો ફાયદો થયો છે. તો વાત કરીએ તેના હરીફ ચીનની તો આનાથી તેને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. એક રિપોર્ટ અનુસાર ભારતની સેવા ક્ષેત્રે નિકાસમાં હાલ નોંધપાત્ર વધારો થયો છે.
ભારત ( India ) સામે મોટી સંખ્યામાં વૈશ્વિક પડકારો છે. આ પડકારોનો સામનો કરીને ભારતે તેના સેવા નિકાસમાં ( service exports ) મોટો વધારો કર્યો છે. જેમાં નાણાકીય વર્ષ 2023માં નિકાસમાં મોટો વધારો થયો હતો. 2023માં ભારતની સેવાઓની નિકાસ 11.4 ટકા વધી હતી. દરમિયાન એક તરફ ભારતની સેવા નિકાસ ( service sector ) વધી રહી છે. તો બીજી તરફ ચીનની ( China ) સેવા નિકાસ ઘટી રહી છે. ચીનની સેવાઓની નિકાસ 2023માં 10.1 ટકા ઘટી હતી. જેમાં ચીનની નિકાસ 381 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી.
India vs China : દિવસેને દિવસે મોટી સંખ્યામાં વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે….
સેવા નિકાસ વધવાનું મુખ્ય કારણ, દિવસેને દિવસે મોટી સંખ્યામાં વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. કોરોના સંકટ પછી ઘણી મોટી કંપનીઓએ ચીનમાં પોતાનું રોકાણ ઘટાડી દીધું છે. જેનો ભારતીય બજારને ( Indian Market ) ફાયદો થઈ રહ્યો છે. દરમિયાન, ભારતમાં હાલમાં મોટી સંખ્યામાં સ્માર્ટફોનનો ઉપયોગ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ એપલથી લઈને ટેસ્લા સુધીની ઘણી મોટી કંપનીઓ ભારતીય બજારમાં આનો ફાયદો ઉઠાવી રહી છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતે વિદેશમાં $12.1 બિલિયનના સ્માર્ટફોનની નિકાસ કરી હતી. આમાં સૌથી મોટો હિસ્સો iPhoneનો હતો. વર્ષ 2022- 23ના વર્ષની સરખામણીમાં આ મોટો વધારો હતો.
આ સમાચાર પણ વાંચો : Reliance Retail : રિલાયન્સ રિટેલ કંપનીની શાનદાર કામગીરી, FMCG ક્ષેત્રમાં તમામ મોટી કંપનીઓને પાછળ છોડી બની હવે દેશની સૌથી મોટી રિટેલ ઉદ્યોગ કંપની
આ સમયે iPhoneની ભારે માંગ છે. ભારતમાં મોટી સંખ્યામાં iPhonesનું ઉત્પાદન થઈ રહ્યું છે. iPhoneની ભારે માંગ કારણે ભારતમાંથી તે સમયે iPhoneનો પૂરતો પુરવઠો પણ નિકાસ થઈ રહ્યો છે. તેમજ આ વધતી માંગને પહોંચીવડવા માટે કંપની ભવિષ્યમાં iPhone સંબંધિત બિઝનેસને ભારતમાં હજુ વધારવાની યોજના બનાવી રહી છે. આઇફોનની માંગને જોતા ઉત્પાદનમાં જોરદાર વધારો થયો છે. આ નિકાસમાં વધારાનું ચિત્ર દર્શાવે છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે iPhoneના ઉત્પાદનમાં 100 ટકાનો વધારો થયો છે. આઇફોનની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારત મહત્વની ભૂમિકા ભજવે છે. દરમિયાન, પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકામાં ભારતમાં બનેલા iPhonesની ભારે માંગ પણ છે.