News Continuous Bureau | Mumbai
Operation Sindoor: ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વખત સત્તાવાર સંપર્ક થયો છે. 24 ઓગસ્ટે ભારતે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશન મારફતે તવી નદી (Tawi River)માં ભયંકર પૂરની ચેતવણી આપી હતી. આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જ્યારે બંને દેશો વચ્ચે એપ્રિલના પહેલગામ આતંકી હુમલા પછી તણાવ ચાલી રહ્યો છે
ઇન્ડસ વોટર ટ્રિટી બંધ હોવા છતાં ભારતે બતાવ્યો માનવતા નો સંદેશ
ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી વહેંચણી માટે 1960માં થયેલી ઇન્ડસ વોટર ટ્રિટી હાલ સ્થગિત છે. છતાં ભારતે હાઈ કમિશન મારફતે પાકિસ્તાનને તવી નદીમાં પૂર અંગે માહિતી આપી. આને સદભાવના સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની અધિકારીઓએ પણ આ માહિતીના આધારે લોકોને પૂર અંગે ચેતવણી આપી છે
આ સમાચાર પણ વાંચો : India-US Relations: ટેરિફ ના દબાણ વચ્ચે ભારત એ આપ્યો ટ્રમ્પને સીધો જવાબ! સ્પષ્ટ કર્યું પોતાનું વલણ
ભારે વરસાદથી પાકિસ્તાનમાં ભયંકર સ્થિતિ, 700થી વધુ મોત
પાકિસ્તાનમાં ભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિના કારણે અત્યાર સુધીમાં 739થી વધુ લોકોના મોત થયા છે. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વા અને પંજાબમાં સૌથી વધુ નુકસાન થયું છે. હજારો લોકો ઘરો ગુમાવી ચૂક્યા છે અને NDMA સહિતની એજન્સીઓ રાહત કાર્યમાં લાગી છે
ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન સંબંધોમાં નવો વળાંક
22 એપ્રિલના પહેલગામ હુમલા પછી ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને POKમાં 100થી વધુ આતંકવાદીઓના ઠેકાણા નષ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે સંબંધો તણાવભર્યા રહ્યા હતા. હવે તવી નદીની ચેતવણીના રૂપમાં ભારતે માનવતાવાદી અભિગમ દાખવ્યો છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ મળી રહી છે