‘મિયાં બડે બેઆબરુ હુએ’ UNG માં ઇમરાને ભારત વિરોધી રાગ આલાપ્યો. ભારતીય પ્રતિનિધિએ ઊભાં થઈ ચાલતી પકડી…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

26 સપ્ટેમ્બર 2020

શુક્રવારે એક ભારતીય પ્રતિનિધિ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભાષણ દરમિયાન યુએન જનરલ એસેમ્બલી હોલની બહાર નીકળ્યો હતાં. ઇમરાન ખાને શુક્રવારે યુએનજીએના 75 માં સત્રને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. અહીં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની સાથે જ ઇમરાન ખાને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અંગત હુમલાઓ કર્યા હોવાના કારણે ભારતીય પ્રતિનિધિ સભા છોડી ગયાં હતાં..

પાકિસ્તાનના આ ટિપ્પણીનો જવાબ આપતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ ટ્વિટ કરીને કહ્યું છે કે 'ભારતના વિરોધી વિધાન અંગે ભારત યોગ્ય જવાબ આપશે.' તેમણે વધુમાં કહ્યું કે 75 મી યુએન જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું નિવેદન એક "નવી રાજદ્વારી ચાલ" છે.

શુક્રવારે, જિનીવામાં યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના 45 મા અધિવેશનમાં ભારતે લઘુમતીઓ અને કાશ્મીરના મુદ્દે ભારત પરના આરોપો અંગે પાકિસ્તાનને વખોડ્યું હતું.. જિનીવાના કાયમી મિશન ઓફ ઈન્ડિયાના પ્રથમ સચિવ સેન્થિલ કુમારે પાકિસ્તાનને "આતંકવાદની નર્સરી અને કેન્દ્ર" તરીકે ગણાવતાં કહ્યું હતું કે, "પાકિસ્તાન મારા દેશ વિરુદ્ધ નિરર્થક અને ખોટી ટિપ્પણી કરવા માટે દરેક તકનો ઉપયોગ કરે છે જે તેમની નકારાત્મક અને પેરાનોઇક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે." આમ પાકિસ્તાન ને  બને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો સખત વિરોધ નો સામનો કરવો પડ્યો હતો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More