Site icon

ભારત સરકારનું મોટું પગલું, ઓફસેટમાં વિલંબ બદલ ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશનને ફટકાર્યો આટલા કરોડનો દંડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

ભારતે ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશન દ્વારા ઉત્પાદિત રાફેલ જેટ માટે હથિયાર પેકેજ ડીલ પ્રદાતા મિસાઇલ નિર્માતા પર ૮.૫૫ કરોડ રૃપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.  ભારતે દસોલ્ટ એવિએશન સાથે ઓફસેટ કરાર કર્યો હતો. આ સાથે એમબીડીએ સાથે નાનો સંપર્ક સાઈન પણ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કરારના ૫૦ ટકા (આશરે રૂ. ૩૦,૦૦૦ કરોડ) ભારતમાં ઓફસેટ અથવા પુનઃરોકાણ માટે વાપરવાની જરૂર હતી. 

સંરક્ષણ મંત્રાલયની નીતિ હેઠળ, સાધનસામગ્રી ઉત્પાદકો ભારતીય સપ્લાયરો પાસેથી સંબંધિત માલસામાન અથવા સેવાઓની ખરીદી કરીને, ભારતના સંરક્ષણ ઉદ્યોગમાં સીધા વિદેશી રોકાણ કરીને અથવા અદ્યતન ટેક્નોલોજીને સ્થાનાંતરિત કરીને ઑફસેટ જવાબદારીઓ પૂરી કરી શકે છે. મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે ફ્રાન્સના ઉદ્યોગપતિઓનું કહેવું છે કે જે ભારતીય કંપનીઓને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાની હતી તે મુખ્ય ક્ષમતાઓને પૂર્ણ કરતી નથી. મીડિયા અહેવાલો જણાવે છે કે સપ્ટેમ્બર ૨૦૧૯-સપ્ટેમ્બર ૨૦૨૦ ના પ્રથમ વર્ષમાં સ્મ્ડ્ઢછ ને તેની ઑફસેટ જવાબદારીઓનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ કરવામાં આવ્યો છે. 

સંરક્ષણ સાધનોની ખરીદી સંબંધિત ઓફસેટ પોલિસી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ હેઠળ, જાે ૩૦૦ કરોડ રૂપિયાથી વધુની ડીલ હોય તો સંરક્ષણ ઉપકરણો બનાવતી વિદેશી કંપનીઓએ ભારતમાં તેની કિંમતના ઓછામાં ઓછા ૩૦ ટકા ખર્ચ કરવો ફરજિયાત છે. આ ખર્ચાઓ ટૂલ્સની ખરીદી, ટેક્નોલોજી ટ્રાન્સફર અથવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (ઇશ્ડ્ઢ) એકમોની સ્થાપના દ્વારા પહોંચી શકે છે. ભારતે ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશનને ઓફસેટમાં વિલંબ બદલ દંડ ફટકાર્યો છે. કંપની પાસેથી ૩૬ રાફેલ ફાઈટર જેટ ખરીદવા માટે ૨૦૧૬માં કરાર કરવામાં આવ્યો હતો. 

ફ્રાન્સ અને ભારતની સરકારોએ સપ્ટેમ્બર ૨૦૧૬માં ૭.૮ બિલિયન યુરો (લગભગ ઇં૮.૮ બિલિયન)ના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે મુજબ કોન્ટ્રાક્ટ વેલ્યુના ૫૦ ટકા રકમ ઓફસેટ હેઠળ પરત કરવાની હતી. અને ડસોલ્ટ એવિએશન અને તેના પાર્ટનર્સ સેફ્રોન અને થેલ્સ તેને સાત વર્ષમાં પૂર્ણ કરવાના હતા. ઓફસેટ પોલિસીનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જ્યારે ભારત કોઈપણ દેશ અથવા વિદેશી કંપનીને સંરક્ષણ ઉપકરણોની ખરીદી માટે ઓર્ડર આપે ત્યારે તેની સાથે ટેક્નોલોજી પણ ટ્રાન્સફર થવી જાેઈએ. જેથી દેશ સંરક્ષણ સાધનોના ઉત્પાદનને વધુ પ્રોત્સાહન આપી શકે. તેમજ વિદેશી રોકાણ પણ આવવું જાેઈએ. ભારતના એક વરિષ્ઠ સંરક્ષણ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે ડ્ઢઇર્ડ્ઢં ફ્રેંચ વ્યવસાયો પાસેથી સ્ટીલ્થ ક્ષમતાઓ, રડાર માટે સામગ્રી, એરોસ્પેસ એન્જિન, મિસાઇલો અને ઇલેક્ટ્રોનિક્સ માટે થ્રસ્ટ વેક્ટરિંગ સંબંધિત ઘણી તકનીકીઓ માંગી રહ્યું છે.

Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
Venezuela Oil India: ભારત માટે ખુલી શકે છે વેનેઝુએલાના તેલના દ્વાર, ટ્રમ્પ પ્રશાસન મંજૂરી આપવા તૈયાર, પણ રાખવામાં આવી આ મોટી શરત!
Iran Protest 2026: ઈરાની વિરોધ પ્રદર્શન વચ્ચે ટ્રમ્પની ખામનેઈને સખત ચેતવણી, શું અમેરિકા ફરી કોઈ મોટું સૈન્ય પગલું ભરશે?
Exit mobile version