News Continuous Bureau | Mumbai
અલગતાવાદી સંગઠન ખાલિસ્તાનના સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબમાં કાર્યવાહી ચાલી રહી છે. ધર્મના નામે યુવાનોના મન ભડકાવવાનું કામ કરી રહેલા અમૃતપાલની શોધખોળ ચાલુ છે અને તેના સમર્થકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારતીય હાઈ કમિશનર પર હુમલો કર્યો અને ત્રિરંગાનું અપમાન કર્યું. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
An Indian diplomat confronts a Khalistani clown, takes back the Indian flag pulled down by a mob that attacked the Indian High Commission in London to protest legal action taken against a militant Sikh secessionist in India.
A larger tricolour has now replaced the previous one. pic.twitter.com/1dG1AdhedH
— Sonam Mahajan (@AsYouNotWish) March 19, 2023
જો કે, ભારતીય હાઈ કમિશનના એક અધિકારીએ ખૂબ હિંમત બતાવીને ખાલિસ્તાનીઓનો વિરોધ કર્યો અને ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનો પ્રયાસ કરી રહેલા યુવાનો પાસેથી ખાલિસ્તાની ઝંડો ફેંકી દીધો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે અને લોકો ભારતીય હાઈ કમિશનના અધિકારીની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : પંજાબ પોલીસને મળી મોટી સફળતા. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના આ નજીકના સદસ્યએ કર્યું સરેન્ડર