ભારત અને નેપાળની સરહદ પર ફરી એક વખત તનાવ સર્જાયો છે. નેપાળની પોલીસે એક ભારતીય નાગરિકને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો છે.
પીલીભીતના ત્રણ યુવકો બોર્ડરની બીજી તરફ નેપાળ ફરવા ગયા હતા. જ્યાં કોઈ મુદ્દે તેમની નેપાળની પોલીસ સાથે રકઝક થઈ હતી.
એક યુવકનુ સ્થળ પર જ મોત થયુ હતુ. જેનો મૃતદેહ હજી નેપાળની હોસ્પિટલમાં જ છે. જ્યારે એક યુવક જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવીને ભારતની સીમામાં પાછો આવી ગયો હતો. જ્યારે ત્રીજા યુવકની કોઈ જાણકારી સામે આવી નથી.નેપાળની સીમા પસાર થાય છે.