News Continuous Bureau | Mumbai
ભારતીય રેલવે(Indian Railway) દ્વારા ચલાવવામાં આવતી દેશની પ્રથમ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન 'શ્રી રામાયણ યાત્રા' ભારત અને નેપાળ બંને દેશોને જાેડશે. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન(Gaurav tourist train)હેઠળ દોડનારી આ દેશની પ્રથમ ટ્રેન છે, જેનું સંચાલન ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન(IRCTC) દ્વારા કરવામાં આવશે. આ ટ્રેનનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે, આ ટ્રેન આવતા મહિને ઉપડશે.
રેલવે મંત્રાલયે ટ્રેન ભાડે આપવા માટે નવી યોજના ભારત ગૌરવ શરૂ કરી છે. આ અંતર્ગત દોડનારી પ્રથમ ટ્રેન ભારત અને નેપાળ(India Nepal) બંને દેશોને જાેડશે. આ ટ્રેન નેપાળના જનકપુર સુધી જશે, જ્યાં રામજાનકી મંદિર છે. રેલ્વે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટ્રેન સમગ્ર પ્રવાસમાં ૮૦૦૦ કિલોમીટરનું અંતર કાપશે. આ ટ્રેન દેશના ૮ રાજ્યોમાં જશે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં કટોકટી વચ્ચે મોટું રાજકીય સંકટ, પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેએ આપ્યું રાજીનામું.. જાણો વિગતે
ટ્રેન ૨૧મી જૂને દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી ઉપડશે. આ સમગ્ર યાત્રા ૧૮ દિવસની રહેશે. આખી ટ્રેન થર્ડ એસી હશે. લગભગ ૬૦૦ મુસાફરો એકસાથે મુસાફરી કરી શકશે. ટ્રેનમાં પેન્ટ્રી કાર હશે, ટ્રેન CCTV કેમેરાથી સજ્જ હશે. સુરક્ષા માટે ગાર્ડ પણ હાજર રહેશે. આ ટ્રેન ૧૨ મોટા શહેરોમાંથી પસાર થશે, જે ભગવાન શ્રી રામ સાથે સંબંધિત છે, જ્યાં મુસાફરો આ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. જેમાં અયોધ્યા, બક્સર, જનકપુર, સીતામઢી, કાશી, પ્રયાગ, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ, કાંચીપુરમ અને ભદ્રાચલનો સમાવેશ થાય છે