ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
ઇન્ડોનેશિયન ટાયકૂનની અંશતઃ માલિકી ધરાવતી ક્લાઉડ ડેટા સર્વિસ પ્રોવાઇડર આ વર્ષે વિશ્વની શ્રેષ્ઠ-પ્રદર્શન કરનારી કંપની બની ગઈ છે. જાન્યુઆરીમાં તેના શેર બહાર પડયા બાદ તેમાં 100 ગણો વધારો થયો છે. એટલે તેનું બજારમાં પ્રદશર્ન 1000 ટકા ઊંચુ રહ્યું છે.
PT DCI ઈન્ડોનેશિયાના 6 જાન્યુઆરુના તેના 150 બિલિયન રુપિયા ($10.5 મિલિયન)ના લિસ્ટિંગ પછી તેના શેરમાં 10,852% નો ઉછાળો આવ્યો છે. તે ઇન્ડોનેશિયાના શેરબજારમાં ટોચના લાભ આપનારી ટોચની કંપની બની છે અને જકાર્તા કમ્પોઝિટ ઈન્ડેક્સના 12% ના વધારા સાથે બીજા નંબરે સૌથી વધુ ફાળો આપનાર કંપની બની ગઈ છે.
જર્મનીમાં કોરોનાનો ડરામણો રેકોર્ડ, 24 કલાકમાં જ આટલા લાખથી વધુ કેસ આવ્યા સામે; જાણો વિગતે
જાન્યુઆરીના અંતમાં લોન્ચ થયા પછી સેક્ટરના મુખ્ય માપદંડ સાથે લગભગ ચાર ગણા ઉછાળા સાથે ડીસીઆઈનું શાનદાર પ્રદર્શન આ વર્ષે ઈન્ડોનેશિયન ટેક્નોલોજી શેરોમાં પ્રચંડ ટ્રેડિંગનું બીજું ઉદાહરણ છે. જો કે, સ્ટોકના ઓછા ટ્રેડિંગ અને બ્રોકરેજ દ્વારા સંશોધન કવરેજના અભાવને કારણે રોકાણકારોએ તેમાં કેટલું રોકાણ કરવા બાબતે સાવચેતી રાખવાની આવશ્યકતા છે.