News Continuous Bureau | Mumbai
ભારતના ઘાતક બ્રહ્મોસ મિસાઈલની(Brahmos missile) ખ્યાતિ હવે બીજા દેશોમાં પણ પ્રસરી રહી છે.
ફિલિપાઈન્સ(Philippines) બાદ ઈન્ડોનેશિયાએ(Indonesia) પણ બ્રહ્મોસનુ એન્ટી શિપ વર્ઝન(Anti-ship version) ખરીદવાનુ નક્કી કર્યુ છે.
આ વર્ષના અંત સુધીમાં બંને દેશો વચ્ચે આ માટે સોદો(Deal) થાય તેવી શક્યતા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સુપર સોનિક ક્રુઝ મિસાઈલ(Super Sonic Cruise Missile) ખરીદવા માટે બંને દેશો વચ્ચે થઈ રહેલી વાતચીત અંતિમ તબક્કામાં છે.
ઈન્ડોનેશિયાના કેટલાક આંતરિક મામલાઓનુ વિઘ્ન ના નડ્યુ હોત તો ડીલ અત્યાર સુધીમાં ફાઈનલ થઈ ગઈ હોત.
ઉલ્લેખનીય છે કે 2018માં જ ઈન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઈલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાની મળી કમાન- આટલા સાસંદોના મત સાથે બન્યા દેશના 8માં રાષ્ટ્રપતિ-જાણો વિગતે