લો કરો વાત, એક તરફ અમેરીકાએ ચીન પર પગલાં લીધા ત્યારે  એપલે ચીન સાથે ૨૭૫ અબજ ડોલરના કરાર કર્યા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

શુક્રવાર.

ચીનમાં તેના ઉત્પાદનો અને સેવાઓ પર કેટલાય પ્રકારના નિયમનકારી પ્રતિબંધોનો ડર હતો. એપલના આંતરિક દસ્તાવેજાેમાં આ ભય અંગે જણાવાયું છે.  અહેવાલ મુજબ તે સમયે ચીનના અધિકારીઓને લાગી રહ્યું હતું કે એપલ સ્થાનિક ઇકોનોમીને પ્રોત્સાહન આપવા પૂરતા પ્રમાણમાં મદદ કરી રહી નથી. આ સમયે એપલે ચીનના અધિકારીઓ સાથે લોબીઇંગ કરી અને એક સ્થાનિક સરકારી એજન્સી સાથે કરાર કર્યા. આ કરાર હેઠળ ચીનને કંપની તરફથી ખાસ છૂટ આપવામાં આવી અને બદલામાં કાનૂની રાહત મેળવવામાં આવી.  આ કરાર હેઠળ એપલે ચીનની વધુને વધુ કંપનીઓ પાસેથી તેના પાર્ટ્‌સ ખરીદવાનું વચન આપ્યું. સ્થાનિક સોફ્ટવેર કંપનીઓ, યુનિવર્સિટીઓ, ચીનની ટેકનોલોજી કંપનીઓ તથા ટેકનોલોજી સંલગ્ન જાેડાણ કર્યા. તેની સાથે કંપનીએ ચીનમાં નવા રિટેલ સ્ટોર ખોલ્યા. રિસર્ચ તેમજ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપ્યા તથા નવી ઊર્જા પરિયોજનાઓમાં રોકાણ કર્યુ.  ચીનના અધિકારીઓના અનુરોધના લીધે એપલે વિશ્વની સૌથી લોકપ્રિય એપમાં એક કુરાન એપને હટાવી દીધી. બીબીસીના અનુરોધ પર ચીનના અધિકારીઓના અનુરોધના પગલે એપલે આ એપ હટાવી છે. કંપનીનું કહેવું છે કે તેના પર ગેરકાયદેસરની ધાર્મિક સામગ્રી રાખવાનો આરોપ છે. અમેરિકા ચીનની એક પછી એક કંપનીઓ પર પ્રતિબંધ લાદી રહ્યુ છે અને તેને તેના બજારમાંથી ઉચાળા ભરવા કહી રહ્યુ છે તે દરમિયાન એપલે ચીનની સાથે ૨૭૫ અબજ ડોલરના  એટલે કે ૨૦ લાખ કરોડ રૂપિયાના કરાર કર્યા છે. આ કરારનો હેતુ ચીનમાં તેના ઉત્પાદનો અને સેવા પરના સંભવિત ભયને દૂર કરવાનો હતો. એપલના સીઇઓ ટીમ કૂકે ૨૦૧૬માં ચીનના પ્રવાસમાં આ કરાર કર્યો હતો.

ઓહો, આવું કેવું? અમેરિકામાં એમેઝોન વેબ સર્વિસ બંધ થતા વેપાર પર અસર થઈ
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More