News Continuous Bureau | Mumbai
Iran Attack: ઈરાની સૈનિકોએ પાકિસ્તાનમાં ઘૂસીને ઘણા આતંકીઓને ( terrorists ) ઠાર કર્યા છે. સરકારી મીડિયાને ટાંકીને ઈરાન ઈન્ટરનેશનલ ઈંગ્લિશએ અહેવાલ આપ્યો છે કે ઈરાની સૈન્ય દળોએ જૈશ અલ-અદલ આતંકવાદી જૂથના કમાન્ડર ઈસ્માઈલ શાહબખ્શ અને તેના કેટલાક સહયોગીઓ પાકિસ્તાની વિસ્તારમાં માર્યા ગયા છે.
અલ અરેબિયા ન્યૂઝના અહેવાલ મુજબ, જૈશ અલ-અદલને ઈરાન દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. આ આતંકવાદી સંગઠન 2012 માં બનાવવામાં આવ્યું હતું અને તે એક સુન્ની આતંકવાદી જૂથ છે. જે ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી કાર્યરત છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ( jaish al-adl ) ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે. અલ અરેબિયા ન્યૂઝ અનુસાર, ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે, સિસ્તાન-બલુચેસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.
ગયા મહિને જ બંને દેશોએ પરસ્પર સુરક્ષા સહયોગને વિસ્તારવા માટે સંમતિ દર્શાવી હતી…
ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, ઈરાન અને પાકિસ્તાન ( Pakistan ) એકબીજા પર મિસાઈલથી હુમલો ( Missile attack ) કરતા રહે છે. જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા છે. ગયા મહિને જ બંને દેશોએ પરસ્પર સુરક્ષા સહયોગને વિસ્તારવા માટે સંમતિ દર્શાવી હતી.
આ સમાચાર પણ વાંચો : Muslim Marriage Act: આસામ સરકારે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાના કાયદાને રદ કર્યો, યુસીસી તરફ રાજ્યનું પ્રથમ પગલું!
ઈરાનની સેનાએ ( Iranian military forces ) 16 જાન્યુઆરીએ પાકિસ્તાન પર મિસાઈલ હુમલો કર્યો હતો. દાવો કર્યો હતો કે ઘણા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવ્યા હતા. ઈસ્લામાબાદે આરોપ લગાવ્યો હતો કે ઈરાની હુમલામાં બે બાળકો માર્યા ગયા અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ. પાકિસ્તાને વળતો જવાબ આપ્યો. પાકિસ્તાન એરફોર્સે ઈરાનની સરહદ પર હુમલો કર્યો.
