Strait of Hormuz Update: હોર્મુઝમાં ફસાયેલા ૨૦ ભારતીય જહાજોને ઈરાને કેમ આપી મંજૂરી? જાણો ઈરાનની કડક શરતો અને ભારતની ડિપ્લોમેસી

Strait of Hormuz Update: યુએનને મોકલેલા સંદેશમાં ઈરાને ‘બિન-શત્રુ’ જહાજોને આપી છૂટ, પરંતુ અમેરિકા અને ઈઝરાયેલ માટે રસ્તો બંધ; ભારતમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ પર સરકારની સ્પષ્ટતા.

by Akash Rajbhar
Iran Eases Hormuz Access Relief for 20 Stranded Indian Vessels Amid Strict Conditions; US and Israeli Ships Remain Banned

News Continuous Bureau | Mumbai

વેસ્ટ એશિયામાં યુદ્ધના કારણે દુનિયાભરમાં ઉર્જા સંકટ ઘેરાયેલું છે. વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ અને એલપીજી (LPG) ના ૨૦ ટકા સપ્લાય માટે જવાબદાર હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અનેક દેશોના જહાજો ફસાયેલા છે. ભારત સરકારના જણાવ્યા મુજબ, હોર્મુઝના પશ્ચિમ ભાગમાં ૨૦ ભારતીય જહાજો ફસાયેલા છે. હવે ઈરાને આ મહત્વપૂર્ણ માર્ગને મર્યાદિત રીતે ખોલવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનને એક પ્લાન મોકલ્યો છે.

ઈરાનની શરતો અને મર્યાદિત મંજૂરી

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝમાંથી માત્ર ‘બિન-શત્રુતાપૂર્ણ’ (Non-Hostile) જહાજોને જ પસાર થવા દેશે. આ માટેની મુખ્ય શરતો નીચે મુજબ છે:
પ્રતિબંધ: અમેરિકા અને ઈઝરાયેલ સાથે જોડાયેલા કોઈપણ જહાજ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
સુરક્ષા પ્રોટોકોલ: જહાજોએ ઈરાની અધિકારીઓ સાથે તાલમેલ સાધવો પડશે અને નક્કી કરેલા સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
વિરોધી દેશો: જે દેશો ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીમાં અમેરિકા કે ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે, તેમના જહાજોને પણ પ્રવેશ મળશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Middle East Peace Talks: હોર્મુઝ પર ઈરાનનો દાવો! ટ્રમ્પ સામે મૂકી અશક્ય શરતો; મધ્ય પૂર્વમાં શાંતિ કે મહાયુદ્ધ? જાણો ઈરાનનો નવો પ્લાન.

ભારતના ૨૦ જહાજો અને તેલ પુરવઠો

શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ કુમાર સિન્હાએ માહિતી આપી હતી કે ૨૦ ભારતીય તેલ-ગેસ ભરેલા જહાજો હોર્મુઝને પાર કરવા માટે તૈયાર ઉભા છે. જોકે, આ જહાજો ક્યારે ભારત પહોંચશે તેની ચોક્કસ તારીખ હજુ જાણી શકાઈ નથી. ઈરાનની આ નવી જાહેરાત બાદ આ ૨૦ જહાજો સુરક્ષિત રીતે ભારત તરફ પ્રયાણ કરી શકશે તેવી આશા જાગી છે.

ભારતમાં ઈંધણની સ્થિતિ

હોર્મુઝ બંધ થવાને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓ પર સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં એલપીજી, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દેશની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે. દેશના ૧ લાખ પેટ્રોલ પંપો પર પુરવઠો સામાન્ય છે અને અછતની વાત માત્ર અફવા છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More