News Continuous Bureau | Mumbai
Iran Israel Conflict : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. બંને દેશો સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાના પ્રવેશથી સમગ્ર વિશ્વનું ધ્યાન મધ્ય પૂર્વ તરફ ખેંચાયું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના સુપ્રીમ લીડર ખામેનીને બિનશરતી શરણાગતિ સ્વીકારવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે અમે સારી રીતે જાણીએ છીએ કે ‘સર્વોચ્ચ નેતા’ ક્યાં છુપાયેલા છે. અમે તેમને મારવાના નથી. ટ્રમ્પે કહ્યું કે અમારી ધીરજ ખૂટી રહી છે. તેમણે કહ્યું છે કે ખામેનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારવી જોઈએ.
Iran Israel Conflict :ઈરાન કડક જવાબ આપશે
હવે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ અમેરિકાને જવાબ આપતા કહ્યું છે કે તેમનો દેશ ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં. તેમણે અમેરિકાને ચેતવણી આપી હતી કે ઈરાન તેના શહીદોના લોહીને ક્યારેય ભૂલશે નહીં. ખામેનીએ કહ્યું હતું કે અમેરિકનોએ જાણવું જોઈએ કે ઈરાન અમેરિકા દ્વારા કરવામાં આવતી દખલનો કડક જવાબ આપશે. ખામેનીએનું લાઈવ પ્રસારણ મેહર ન્યૂઝ એજન્સી પર હતું. આ લાઈવ પ્રસારણ દરમિયાન, ખામેનીએ ઈઝરાયલને કડક ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે તેને ‘તેની ભૂલ માટે સજા’ મળશે.
આ સમાચાર પણ વાંચો : Israel Iran War : અમેરિકાનો ચોંકાવનારો દાવો… ઇઝરાયલના સૌથી અસરકારક શસ્ત્રો માત્ર આટલા દિવસ પછી થઈ જશે ખતમ
ખામેનીએ કહ્યું કે, ઝાયોનિસ્ટ શાસનને ખબર હોવી જોઈએ કે હિટ-એન્ડ-રનનો યુગ હવે પૂરો થઈ ગયો છે અને તેમને તેમના ગુનાઓ માટે સજા મળશે. ઈરાની નેતાની ટિપ્પણી તેમના અગાઉના ટેલિવિઝન સંબોધનના થોડા કલાકો પછી આવી હતી.
Iran Israel Conflict : પ્રાદેશિક ચિંતાઓમાં વધારો
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ સાથે, ખામેનીની તાજેતરની ટિપ્પણીઓ પ્રાદેશિક ચિંતાઓમાં વધુ વધારો કરે તેવી શક્યતા છે. ઈરાનના લશ્કરી અને રાજકીય નેતૃત્વએ વારંવાર કોઈપણ આક્રમણનો કડક જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે.