News Continuous Bureau | Mumbai
Iran Israel: ઈરાન અને ઇઝરાયલ ( Iran Israel War ) વચ્ચે તણાવ વધતા અમેરિકાએ ( USA ) ખાડીમાં પોતાના યુદ્ધ જહાજ અને વિમાનો તૈનાત કર્યા.
ઇઝરાયેલે ( Israel ) હમાસના વડાને ઠાર માર્યો છે. આ ઉપરાંત અનેક જાસૂસી ઓપરેશન થકી તેને પોતાના દેશની વિરુદ્ધમાં કામ કરી રહેલા તત્વોને અંકુશમાં લીધા છે. જેને કારણે ઈરાન ( Iran ) રોષે ભરાયું છે. હમાસના ચીફ ( Hamas chief ) કમાન્ડરની હત્યા બાદ ઈરાને ઈઝરાયેલને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. આ પરિસ્થિતિ માં અમેરિકાએ ખાડી માં પોતાના યુદ્ધ વિમાનો ( warship ) તહેનાત કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad: અમદાવાદમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના હસ્તે બોપલ હાટ ખાતે ‘આદિ બજાર’ એક્ઝિબિશનનું ઉદઘાટન
Iran Israel: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આખરે શું થયું?
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, તણાવ ભરી યુદ્ધની પરિસ્થિતિ પેદા થઈ છે. ઇરાને ઇઝરાયેલને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ. અમેરિકાએ ઇઝરાયલને વચન આપ્યું છે કે તે ઇઝરાયલનુંં રક્ષણ કરશે. આ પરિસ્થિતિમાં અમેરિકા પોતાના યુદ્ધ જહાજ અને સૈનિકોને ખાડીમાં તૈનાત કરી રહ્યું છે. અમેરિકાના આ પગલાને કારણે ઇરાન ઔર ભડક્યું અને હવે મોટું યુદ્ધ ફાટી નીકળશે કે કેમ? તે સંદર્ભે આશંકા સેવાઈ રહી છે