Site icon News Continuous Bureau | Mumbai

Iran Israel Missile Attack: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ (Iran-Israel War) ભયાનક વળાંક પર: ઈરાને મધ્યરાત્રિએ દાગી અનેક મિસાઈલો, અમેરિકાએ અત્યાર સુધીમાં ૧૬ સૈન્ય વિમાનો ગુમાવ્યા

પીએમ નેતન્યાહુએ ડોનાલ્ડ ટ્રમ્પનો (Donald Trump) ઉલ્લેખ કરી વિરોધીઓને આપ્યો જવાબ, 'ફ્રેન્ડલી ફાયર' અને અકસ્માતોમાં અમેરિકાની હવાઈ શક્તિને મોટું નુકસાન.

Iran Israel Missile Attack ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ (Iran-Israel War) ભયાનક વળાંક પર ઈરાને

Iran Israel Missile Attack ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ (Iran-Israel War) ભયાનક વળાંક પર ઈરાને

News Continuous Bureau | Mumbai
Iran Israel Missile Attack પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ઈઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, ગુરુવારે અડધી રાત્રિના સમયે ઈરાને ઈઝરાયેલ પર ફરી એકવાર મોટો મિસાઈલ હુમલો (Missile Attack) કર્યો હતો. આ હુમલા બાદ જેરૂસલેમ, મધ્ય ઈઝરાયેલ અને વેસ્ટ બેન્કના વિસ્તારોમાં ભયના સાયરન ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

અમેરિકાના ૧૬ લડાયક વિમાનો અને ડ્રોન થયા ઠપ્પ 

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ યુદ્ધમાં અમેરિકાને તેની હવાઈ શક્તિનું ભારે નુકસાન વેઠવું પડ્યું છે. યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૧૬ અમેરિકી સૈન્ય વિમાનો નાશ પામ્યા છે. જેમાં ૧૦ અત્યાધુનિક ‘MQ-9 રીપર ડ્રોન’ નો સમાવેશ થાય છે, જેને ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, કુવૈતમાં ‘ફ્રેન્ડલી ફાયર’ (સાથી દેશોની ભૂલથી થયેલા ગોળીબાર) માં પણ અમેરિકાએ ત્રણ F-15 લડાયક વિમાનો ગુમાવ્યા છે.

Join Our WhatsApp Channel

આકાશમાં જ ફાટ્યું ઇંધણ ટેન્કર, ૬ જવાનોના મોત

રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે અમેરિકાને સૌથી વધુ નુકસાન ટેકનિકલ અકસ્માતોને કારણે થયું છે. એક ‘KC-135’ ઇંધણ ટેન્કર હવામાં જ ફાટી ગયું હતું, જેમાં સવાર તમામ ૬ ક્રૂ સભ્યોના મોત થયા હતા. આ સિવાય, સાઉદી અરેબિયાના સૈન્ય મથક પર થયેલા ઈરાની મિસાઈલ હુમલામાં અન્ય ૫ ટેન્કર વિમાનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. આ નુકસાન અમેરિકા માટે મધ્ય-પૂર્વમાં તેની વ્યૂહાત્મક પકડ માટે મોટો પડકાર છે.

આ સમાચાર પણ વાંચો : Iran-Israel War Global Internet Under Threat as Submarine Cables in Strait of Hormuz and Red Sea Face Potential Sabotage

નેતન્યાહુનો ટ્રમ્પ અંગેનો તંજ અને ઈઝરાયેલની નીતિ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક પ્રેસ બ્રીફિંગમાં સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલ પોતાની રક્ષા માટે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ રહ્યું છે. અમેરિકાને યુદ્ધમાં ખેંચવાના આરોપો પર તેમણે તંજ કસતા કહ્યું કે, “શું કોઈને લાગે છે કે કોઈ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહી શકે છે કે તેમણે શું કરવું જોઈએ? રાષ્ટ્રપતિ હંમેશા તે જ કરે છે જે અમેરિકાના હિતમાં હોય છે.” નેતન્યાહુના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈઝરાયેલ ઈરાન સામે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી.

US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Exit mobile version