Site icon

Iran-Israel War :ઈરાન ઈસ્માઈલ હાનિયાના મૃત્યુનો લેશે બદલો? સુપ્રીમ લીડર અલી ખામેનીએ લડવૈયાઓને આપ્યો આ આદેશ..

Iran-Israel War : હમાસ ચીફ ઈસ્માઈલ હનીયાહનું મોત દુનિયાભરમાં ચર્ચામાં છે. ઈઝરાયેલે 7 ઓક્ટોબર 2023ના હુમલાનો બદલો લેતા બુધવારે હાનિયાની હત્યા કરી હતી. જ્યારે હાનિયાને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો ત્યારે તે ઈરાનની રાજધાની તેહરાનમાં હતી. આવી સ્થિતિમાં ઈરાને હવે ઈઝરાયેલ પર હુમલો કરવાનો આદેશ આપ્યો છે.

Iran-Israel War Iran's Khamenei Orders 'Direct Attack' On Israel After Hamas Leader's Assassination As Netanyahu Vows Payback

Iran-Israel War Iran's Khamenei Orders 'Direct Attack' On Israel After Hamas Leader's Assassination As Netanyahu Vows Payback

News Continuous Bureau | Mumbai 

Iran-Israel War : ઉગ્રવાદી સંગઠન હમાસની તેના નવા ચીફની શોધનો અંત આવી ગયો છે. ખાલિદ મેશાલ હમાસના નવા પ્રમુખ બનવાના સમાચાર સામે આવી રહ્યા છે. હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની બુધવારે ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈને મધ્ય પૂર્વમાં ભારે તણાવ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો છે. ઈરાન પોતાના દેશમાં આ હત્યાને લઈને ગુસ્સે છે.

Join Our WhatsApp Community

 Iran-Israel War :આયાતુલ્લા અલી ખમેનીએ ઈરાની સેનાને આ આદેશ આપ્યો

મીડિયા રિપોર્ટ મુજબ ઈરાનના ત્રણ અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેનીએ ઈરાની સેનાને ઈઝરાયેલ પર હુમલો કરવાનો આદેશ આપ્યો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બાદ ખમેનીએ આ હુમલાનો આદેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Ismail Haniyeh: શું યુદ્ધનું એલાન થઈ ગયું?? ઈરાનની મુખ્ય મસ્જિદ પર ફરકાવવામાં આવ્યો લાલ ધ્વજ; જુઓ વિડીયો અને અર્થ શું છે?

Iran-Israel War :ઈરાન  ડ્રોન અને મિસાઈલ હુમલા કરી શકે છે

જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ કેવા પ્રકારનો હુમલો હશે અને ઈરાન કઈ તાકાતથી ઈઝરાયેલ પર હુમલો કરશે. પરંતુ એ વાત ચોક્કસ છે કે ઈરાને ગયા એપ્રિલ મહિનામાં તેલ અવીવ અને હાઈફામાં ઈઝરાયેલના સૈન્ય મથકો પર જે પ્રકારનો હુમલો કર્યો હતો. આ વખતે પણ ઈરાન આવા જ ડ્રોન અને મિસાઈલ હુમલા કરી શકે છે. આ સાથે ઈરાન પોતાના સહયોગી દેશોની મદદથી પણ હુમલો કરી શકે છે.

જણાવી દઈએ કે ખાલિદ મેશાલે હનિયા પહેલાં ઘણાં વર્ષો સુધી હમાસની કમાન સંભાળી છે. જોકે, ઈરાન સાથે તેમના સંબંધો ક્યારેય વધારે સારા રહ્યા નથી.

US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Pakistan-Afghan tensions: તણાવ ચરમસીમા પર: અફઘાન સીમા પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં આટલા પાકિસ્તાની સૈનિકો શહીદ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Exit mobile version