News Continuous Bureau | Mumbai
Iran President Helicopter Crash : ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હોવાના અહેવાલ છે. ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી મેહરે આની જાહેરાત કરી છે. તેમની સાથે હેલિકોપ્ટરમાં હાજર વિદેશ મંત્રી હુસૈન અમીરાબ્દુલ્લાહિયનના મૃત્યુની માહિતી પણ આપવામાં આવી છે. આ પહેલા તેમના હેલિકોપ્ટરનો કાટમાળ અઝરબૈજાનની પહાડીઓમાંથી મળી આવ્યો હતો. બોર્ડમાં રાષ્ટ્રપતિ રાયસી સહિત 9 લોકો સવાર હતા.
Iran President Helicopter Crash : હેલિકોપ્ટર ઈરાનના જોલ્ફામાં ક્રેશ થયું
મહત્વનું છે કે ગઈકાલે રવિવારે રાયસીનું હેલિકોપ્ટર ઈરાનના જોલ્ફામાં ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી અને વિદેશ મંત્રી હુસૈન ઉપરાંત, હેલિકોપ્ટરમાં પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી, તબરીઝના ઇમામ મોહમ્મદ અલી અલીહાશેમ, એક પાઇલટ, સહ-પાયલટ, ક્રૂ ચીફ, સુરક્ષાના વડા અને અંગરક્ષક હતા.
🚨🇮🇷 IRANIAN PRESIDENT MAY HAVE SURVIVE WOLVES AND BEARS
These mountains are extremely remote with only dirt roads also this area is known for its bear and wolf populations.
Some rescue teams have also retreated after encountering wolves.#EbrahimRaisi #helicoptercrash #Iran https://t.co/rnglGa9vlO pic.twitter.com/672jLB7k0r
— Aatish Parashar (@aatishparashar) May 19, 2024
આ સમાચાર પણ વાંચો: Mumbai Lok Sabha elections 2024: મતદાન લોકશાહીનો અધિકાર.. વહેલી સવારે અનિલ અંબાણી પહોંચ્યા પોલિંગ બુથ, લાઈનમાં ઉભા રહીને કર્યું મતદાન; જુઓ વિડીયો..
Iran President Helicopter Crash : હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું
પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં એક બંધનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. રાયસીનું હેલિકોપ્ટર એ કાફલાનો એક ભાગ હતું જે રાષ્ટ્રપતિને લઈ જતું હતું. આ કાફલામાં કુલ ત્રણ હેલિકોપ્ટર હતા. જેમાંથી બે પરત ફર્યા હતા. પરંતુ રાષ્ટ્રપતિ રાયસીના હેલિકોપ્ટરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. રિપોર્ટ અનુસાર ક્રેશ થયા બાદ તરત જ હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટના અઝરબૈજાનની સરહદ નજીક ઈરાનના વરઝેઘાન શહેરમાં થઈ હતી.