Site icon News Continuous Bureau | Mumbai

Iran US Tension 2026 હોર્મુઝનો અસલી માલિક કોણ? ટ્રમ્પના દાવા ફગાવતા ઈરાને આપી કડક ચેતવણી

Iran US Tension 2026 ઈરાની સંસદના સ્પીકર ગાલિબફે અમેરિકી રાષ્ટ્રપતિના દાવાઓને ફગાવ્યા; જળમાર્ગ પર ઈરાનનું કંટ્રોલ રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી.

Donald Trump| ઈરાનયુએસ યુદ્ધવિરામ પાછળનું મોટું રહસ્ય ટ્રમ્પની આ રણનીતિ બદલી શકે છે મધ્ય પૂર્વનું રાજકારણ

Donald Trump| ઈરાનયુએસ યુદ્ધવિરામ પાછળનું મોટું રહસ્ય ટ્રમ્પની આ રણનીતિ બદલી શકે છે મધ્ય પૂર્વનું રાજકારણ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Iran US Tension 2026 મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબફે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની આકરી ટીકા કરી છે. તેમણે ટ્રમ્પ પર ખોટા દાવા કરવાનો આરોપ લગાવતા ચેતવણી આપી છે કે જો ઈરાન પર અમેરિકી દબાણ યથાવત રહેશે, તો તેની ગંભીર અસરો વૈશ્વિક શિપિંગ (Global shipping) પર જોવા મળી શકે છે.

‘સાતેય દાવા જૂઠા છે’: ગાલિબફ

ઈરાની સ્પીકરે સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “ટ્રમ્પે એક કલાકમાં સાત દાવા કર્યા અને તે સાતેય દાવા સફેદ જૂઠ હતા.” ગાલિબફે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સંઘર્ષ અને વાતચીત બંને મોરચે નિષ્ફળ ગયું છે અને તે ખોટા દાવા કરીને સફળ થઈ શકશે નહીં. ઈરાની નેતાનું આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પરમાણુ કાર્યક્રમ રદ કરવા અને શાંતિ સમજૂતી માટે સંમત થવાની નજીક છે.

હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો કાયદો

ગાલિબફે ચેતવણી આપી છે કે જો ઈરાની બંદરો પર અમેરિકી નાકાબંધી ચાલુ રહેશે, તો હોર્મુઝ સ્ટ્રેટ મુક્તપણે ખુલ્લો રહેશે નહીં. તેમણે કહ્યું કે હવે દરિયાઈ અવરજવર પર ઈરાન નો કંટ્રોલ રહેશે અને આ રૂટ પર હવે રાજકીય વાતોને બદલે ‘જમીની હકીકત’ના આધારે નિર્ણયો લેવામાં આવશે. ઈરાની સાંસદ ઈબ્રાહિમ અઝીઝીએ પણ સુરનો સૂર પુરાવતા કહ્યું હતું કે, હવે અહીંથી પસાર થતા જહાજોને ઈરાન દ્વારા નક્કી કરવામાં આવેલી નવી વ્યવસ્થાનું પાલન કરવું પડશે.

અમેરિકા-ઈરાન વચ્ચે વધતી અવિશ્વાસની ખાઈ

એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ઈરાન સમજૂતી માટે તૈયાર છે, બીજી તરફ ઈરાની નેતાઓ સતત આ દાવાઓને નકારી રહ્યા છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને વ્યાપારી જહાજો માટે સંપૂર્ણપણે ખુલ્લો ગણાવ્યો છે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કોઈ નક્કર સમજૂતી નહીં થાય ત્યાં સુધી અમેરિકી નાકાબંધી ચાલુ રહેશે. ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચેના સીઝફાયર બાદ હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર આ સંઘર્ષના સમાધાન પર ટકેલી છે, પરંતુ ઈરાનના તાજા વલણે સ્થિતિ વધુ જટિલ બનાવી દીધી છે.

👉 આ સમાચાર વાચો:
TCS Nashik Case Update ‘TCS નું નિવેદન કે બચાવ? નાસિક કાંડમાં ફસાયેલી નિદા ખાન મુદ્દે કંપનીએ કર્યો મોટો દાવો!

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version