News Continuous Bureau | Mumbai
ઈરાન(Iran) માં મહસા અમીનીના મૃત્યુ બાદ હિજાબ(Hijab Row)ને લઈને વિવાદ વકર્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. મહસા અમીનીને લઈને ઈરાનમાં મહિલા(women)ઓ સતત વિરોધ કરી રહી છે, જેને દુનિયાભરમાંથી સમર્થન પણ મળી રહ્યું છે. દરમિયાન ઈરાની મોડલ (Iran model)એલનાઝ નૌરોજી(Alanaz Neuroji)એ કેમેરામાં કંઈક એવું કર્યું છે, જેના પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
#હિજાબનો અનોખો #વિરોધ.. આ એક્ટ્રેસે એક પછી એક પોતાના બધા #કપડાઉતાર્યા…અને #વિડિયો સોશિયલ મીડિયા પર કર્યો #અપલોડ #HijabVerdict #HijabBanVerdict #hijab #Iran #IranRevolution #IranProtests2022 #newscontinuous pic.twitter.com/ocD5wQ2gjc
— news continuous (@NewsContinuous) October 14, 2022
ખરેખર, ઈરાની મોડલ અલનાઝ નૌરોજી(Alanaz Neuroji)એ ઈરાનમાં ચાલી રહેલા પ્રદર્શન(Hijab raw Protest)ને સમર્થન આપતા સોશિયલ મીડિયા(Social media) પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અલનાઝ પહેલા બુરખો(Burkha) પહેરેલી જોવા મળે છે, ત્યાર બાદ તે અચાનક જ તેના બધા કપડા ઉતારી દે છે.
આ સમાચાર પણ વાંચો : Jio એ આપ્યો મોટો ઝટકો- 5G શરૂ થતાં જ બંધ કર્યા આ 12 રિચાર્જ પ્લાન- ગ્રાહકોને મોટું નુકસાન
આ વીડિયો શેર કરતી વખતે અલનાઝ નૌરોજી(Alanaz Neuroji)એ ઈરાની મહિલાઓના સમર્થન(support) માં એક નોટ પણ લખી છે. તેણે લખ્યું છે કે વિશ્વની દરેક મહિલાને તે જે ઇચ્છે તે પહેરવાનો અધિકાર છે. અન્ય કોઈ પુરુષ કે સ્ત્રીને એવો કોઈ અધિકાર નથી કે જેઓ તેના પહેરવેશ વિશે કોઈ ધારણા કરી શકે અથવા તેને અન્ય કપડાં પહેરવાનું કહી શકે.
ઈરાની મોડલ અને અભિનેત્રીએ આગળ લખ્યું કે દરેકના અલગ-અલગ મંતવ્યો અને માન્યતાઓ હોય છે અને તેનું સન્માન કરવું જોઈએ. લોકશાહીનો મતલબ નિર્ણય લેવાની સત્તા હોવી જોઈએ. દરેક સ્ત્રી પાસે તેના શરીર માટે નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ.
ઈલનાઝ નૌરોજીનો વીડિયો શેર કર્યા બાદ જ્યાં તેને દુનિયાભરની સેલિબ્રિટીઝ અને ફેન્સનું સમર્થન મળી રહ્યું છે, ત્યાં ઘણા કટ્ટરપંથીઓ પણ છે જેઓ ઈલનાઝના સ્ટ્રીપિંગ વીડિયોથી નારાજ છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : જિમમાં યુવતીઓ આમને-સામને- કસરત કરવા બાબતે જામી પડી- એકબીજાના ખેંચ્યા વાળ- જુઓ વિડીયો