Strait of Hormuz। વૈશ્વિક અર્થતંત્ર માટે ચેતવણી! હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો કબજો, ઠપ્પ થયેલા શિપિંગથી બજારોમાં મચ્યો હાહાકાર.

Strait of Hormuz। જહાજો પર સતત હુમલા અને ઈરાનના કડક નિયંત્રણને કારણે વૈશ્વિક વેપાર અને ઉર્જા પુરવઠો જોખમમાં; ઓઈલના ભાવમાં મોટો ઉછાળો.

by Janvi Soni
Strait of Hormuz। વૈશ્વિક અર્થતંત્ર માટે ચેતવણી! હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો કબજો, ઠપ્પ થયેલા શિપિંગથી બજારોમાં મચ્યો હાહાકાર.

 

News Continuous Bureau | Mumbai

Strait of Hormuz। સીઝફાયરની જાહેરાત છતાં, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું વ્યૂહાત્મક નિયંત્રણ મજબૂત કરી લીધું છે. મીડિયા ના અહેવાલ મુજબ, તેહરાન આ જળમાર્ગનો ઉપયોગ એક હથિયાર તરીકે કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક વેપાર અને ઉર્જા પુરવઠો ગંભીર સંકટમાં છે. યુદ્ધ પહેલા જ્યાં દરરોજ ૧૩૦ જહાજો આ માર્ગેથી પસાર થતા હતા, ત્યાં હવે માંડ એકાદ જહાજ પસાર થઈ રહ્યું છે, જેનાથી વૈશ્વિક સ્તરે શિપિંગ વ્યવહાર લગભગ ઠપ્પ થઈ ગયો છે.

ગ્લોબલ એનર્જી સપ્લાય પર વિપરીત અસર

હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના કુલ ઓઈલ સપ્લાયનો અંદાજે ૨૦% હિસ્સો ધરાવે છે. ઈરાનના હુમલા અને કડક નાકાબંધીને કારણે વૈશ્વિક તેલ પુરવઠામાં ૧૦% જેટલો ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે સમગ્ર વિશ્વમાં ઈંધણ, ગેસ અને ઉર્જાના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. શિપિંગ કંપનીઓ હુમલાઓના ડરથી આ માર્ગે જહાજો મોકલવાનું ટાળી રહી છે, કારણ કે સુરક્ષાની કોઈ ગેરેંટી બાકી રહી નથી.

શિપિંગની આઝાદીનો અંત

વર્તમાન પરિસ્થિતિ એવી છે કે અહીં ‘શિપિંગની આઝાદી’ જેવું કંઈ રહ્યું નથી. કોઈપણ જહાજને પસાર થવા માટે હવે ઈરાનની પરવાનગી લેવી ફરજિયાત જેવી બની ગઈ છે. જહાજોને મુખ્ય લેનમાંથી હટાવીને ઈરાની જળસીમાની નજીકથી પસાર થવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે, જેથી ઈરાનનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું છે. ભલે અમેરિકાએ ઈરાની તેલ નિકાસ રોકવા નાકાબંધી કરી હોય, પરંતુ ઈરાન પોતાની પકડ જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

સોદાબાજીની નવી શક્તિ

હોર્મુઝ પરના આ કંટ્રોલે ઈરાનને આંતરરાષ્ટ્રીય વાટાઘાટોમાં મોટી ‘સોદાબાજીની શક્તિ’ (Bargaining Power) આપી છે. અમેરિકાની નૌકાદળની હાજરી હોવા છતાં, જહાજોને સુરક્ષા આપવા માટે કોઈ મોટી એસ્કોર્ટ સિસ્ટમ કાર્યરત નથી, જેનાથી ઈરાનને પોતાની રણનીતિ અમલમાં મૂકવામાં સરળતા રહે છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે, તો વૈશ્વિક અર્થતંત્રમાં ઉર્જાનો સંકટ વધુ ગંભીર બનવાની ભીતિ છે.

👉 આ સમાચાર વાચો:
Delhi RapeMurder Case| IRS અધિકારીની દીકરીની હત્યાનો આરોપી ક્યાં છુપાયો? જાણો ઘટનાક્રમની સંપૂર્ણ ટાઈમલાઈન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More