Site icon

20 વર્ષ પછી ચીન ગયા ઈરાનના રાષ્ટ્રપતિ, અમેરિકા વિરોધી આ દેશની મુલાકાતથી ભારતને કેમ છે ખતરો?

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી મંગળવારે ત્રણ દિવસની મુલાકાતે ચીન પહોંચ્યા. ચીન પહોંચીને તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા. 20 વર્ષ બાદ ઈરાનના કોઈપણ રાષ્ટ્રપતિની આ પ્રથમ મુલાકાત છે

Iran's President Visits China, Hoping to Revitalize Ties

20 વર્ષ પછી ચીન ગયા ઈરાનના રાષ્ટ્રપતિ, અમેરિકા વિરોધી આ દેશની મુલાકાતથી ભારતને કેમ છે ખતરો?

News Continuous Bureau | Mumbai

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી મંગળવારે ત્રણ દિવસની મુલાકાતે ચીન પહોંચ્યા. ચીન પહોંચીને તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા. 20 વર્ષ બાદ ઈરાનના કોઈપણ રાષ્ટ્રપતિની આ પ્રથમ મુલાકાત છે. ભારત આ મુલાકાત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. વાસ્તવમાં ઈરાન અને ચીન બંને અમેરિકાના દુશ્મન છે. આવી સ્થિતિમાં ડ્રેગનના પ્રભાવમાં આવીને ઈરાન ભારત વિરુદ્ધ સમજૂતી પર હસ્તાક્ષર કરવા મજબૂર બની શકે છે. ચાલાક ચીન ભારત વિરુદ્ધ કોઈપણ દેશનો ઉપયોગ કરવાથી અચકાતું નથી.

Join Our WhatsApp Community

ઈરાનના રાષ્ટ્રપતિ ચીનના પ્રવાસે છે. બંને દેશોની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો અનેક મુદ્દાઓને લઈને પશ્ચિમી દેશોના દબાણમાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર 20 વર્ષ બાદ ઈરાનના કોઈ રાષ્ટ્રપતિની આ પ્રથમ મુલાકાત છે. ઇબ્રાહિમ રાયસીની આ મુલાકાત બંને દેશો માટે મહત્ત્વની તો છે જ, પરંતુ તેની સીધી અસર ભારત પર પણ પડે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે ભારતે તેના પર નજર રાખે.

શા માટે આ મુલાકાત ભારત મારે ખતરો બની શકે છે?

જો કે, ઈરાન અને ભારતના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા છે. ચીને કરાચીમાં ગ્વાદર બંદર બનાવ્યા પછી ભારતે ઈરાનમાં ચાબહાર બંદર બનાવ્યું. ત્યારે ઈરાને ભારતને મદદ કરી. જેથી ચીનને જવાબ આપી શકાય અને ભારત ચાબહાર દ્વારા મધ્ય એશિયામાં વેપાર કરી શકે. પરંતુ ઈરાનના રાષ્ટ્રપતિની આ મુલાકાત ભારતના દૃષ્ટિકોણથી ચિંતાજનક હોઈ શકે છે. કારણ કે ચીન અને ઈરાન બંને અમેરિકા વિરોધી છે. બીજી તરફ અમેરિકા ભારતનું બહુ મોટું ભાગીદાર છે. આવી સ્થિતિમાં ચીન ઈરાનનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : આતંકવાદીઓને બચાવનાર હવે ડ્રેગન ગભરાયું.. પાકિસ્તાનમાંથી ભાગવાની કરી લીધી તૈયારી, લીધો આ મોટો નિર્ણય..

બીજું, ઈરાન કોઈપણ ભોગે અમેરિકાને ઘેરવા માંગે છે, જેના માટે તેને ચીન અને રશિયાની જરૂર પડશે. ભારતના અમેરિકા સાથે સારા સંબંધો છે જેને ઈરાન ઘેરવા માંગે છે. આવી સ્થિતિમાં, એવો ભય છે કે ઇરાન ન ઇચ્છતું હોય તો પણ ચીન અને પાકિસ્તાન સાથે મળીને ભારત વિરોધી જૂથ બનાવી શકે છે.

2022માં શાંઘાઈ સમિટમાં પણ જિનપિંગને મળી ચુક્યા છે ઈરાનના રાષ્ટ્રપતિ

એમ તો બંને નેતાઓની મુલાકાત કોઈ નવી નથી. સપ્ટેમ્બર 2022માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થઈ હતી. ચીની મીડિયાનું કહેવું છે કે રાયસી 2021માં રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોએ 25 વર્ષના વ્યૂહાત્મક સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને મંગળવારે પણ બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર સહમત થયા હતા. રાયસી ઈરાનની સેન્ટ્રલ બેંકના નવા ગવર્નર અને તેમના છ મંત્રીઓ સાથે ચીન પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ICCનું મોટું બ્લન્ડર.. ટીમ ઈન્ડિયાને કલાકો માટે બનાવી દીધું ટેસ્ટ ક્રિકેટના બાદશાહ, ઓસ્ટ્રેલિયાની વધારી દીધી ચિંતા

Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Exit mobile version