185
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ સ્થિત સુપરમાર્કેટમાં છરીના ઘા મારવાની ઘટના સામે આવી છે.
આ અંગે માહિતી આપતા દેશના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે, ISIS પ્રેરિત આતંકવાદીએ ઓકલેન્ડના સુપરમાર્કેટમાં છ લોકો પર ચાકૂ વડે હુમલો કર્યો હતો. તે જ સમયે પોલીસ દ્વારા આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.
હુમલાની જાણકારીને લઈને પ્રત્યક્ષદર્શીનું કહેવુ કે, હુમલાખોર ચાકૂ લઈને આવ્યો અને લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધુ હતું.
જો કે પોલીસે હજૂ સુધી એ નથી જણાવ્યુ કે, હુમલાખોરનો આ હુમલો કરવા પાછળનું શું કારણ હતું.
છ ઘાયલ લોકોને ચાકૂ લગાવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર બનેલી છે.
You Might Be Interested In