News Continuous Bureau | Mumbai
પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ પીએમ અને પીટીઆઈના પ્રમુખ (Former PM and President of PTI) ઈમરાન ખાન(Imran Khan) પર ગુરુવારે ગુજરાનવાલામાં(Gujranwala) થયેલા હુમલા બાદ સ્થિતિ વધુ વણસી છે. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ(Pakistan Prime Minister Shehbaz Sharif) અને પાકિસ્તાની સેના વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં(protest) ઘણી જગ્યાએ પાકિસ્તાની સેના(Pakistan Army) મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે.
લાહોર-કરાચી(Lahore-Karachi) સહિત પાકિસ્તાનના અનેક શહેરોમાં ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઘણી જગ્યાએ રોડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તો ઈસ્લામાબાદમાં લોકડાઉન(Lockdown Islamabad) લાગુ કરવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: અજબ ગજબ- વરરાજા પરણવાનું છોડી વિરોધ પ્રદર્શનમાં જોડાઈ ગયા- રાહ જોતી રહી ગઈ દુલ્હન
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની શહબાજ શરીર સરકાર વિરુદ્ધ લાહોરથી ઇસ્લામાબાદ સુધી હકીકી માર્ચ નિકાળી રહેલા પૂર્વ પીએમ ઇમરાન ખાન પર ગુરૂવારે વજીરાબાદમાં થયેલી રેલીમાં ફાયરિંગ થયું. આ ઘટનામાં ઇમરાન ખાન સહિત 6 લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ગોળીબારીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ તેની પાસે ફાયરિંગનો હેતુ અને તેના સંગઠન વિશે જાણવાનો પ્રયત્ન કરી રહી છે.