Site icon

Ismail Haniyeh: શું યુદ્ધનું એલાન થઈ ગયું?? ઈરાનની મુખ્ય મસ્જિદ પર ફરકાવવામાં આવ્યો લાલ ધ્વજ; જુઓ વિડીયો અને અર્થ શું છે?

Ismail Haniyeh: ઈરાનની ધરતી પર થયેલા આ હુમલા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેહરાન તરફથી વળતો હુમલો થઈ શકે છે. તેહરાનથી 120 કિલોમીટર દક્ષિણમાં ઈરાનના શહેર ક્યુમમાં જામકરન મસ્જિદના મુખ્ય ગુંબજ પર લાલ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

Ismail Haniyeh Iran raised the red flag of Revenge on the dome of the Jamkaran mosque.

Ismail Haniyeh Iran raised the red flag of Revenge on the dome of the Jamkaran mosque.

News Continuous Bureau | Mumbai 

Ismail Haniyeh: હમાસ ( Hamas ) ના વડા માટે આખી દુનિયામાં ઈરાનથી વધુ સુરક્ષિત જગ્યા કોઈ ન હોઈ શકે. પરંતુ તેમ છતાં હાનિયા તેના માટે સલામત આશ્રયસ્થાન તરીકે ઓળખાતી જગ્યાએ માર્યો ગયો. ઈરાન ( Iran ) ની ધરતી પર થયેલા આ હુમલા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેહરાન તરફથી વળતો હુમલો થઈ શકે છે. 

Join Our WhatsApp Community

Ismail Haniyeh:જુઓ વિડીયો 

 

Ismail Haniyeh:મસ્જિદના મુખ્ય ગુંબજ પર લાલ ધ્વજ ફરકાવવામાં આવ્યો

મીડિયા રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાને કહ્યું કે ઈઝરાયેલ ( Israel ) ને આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે. હવે અહેવાલ છે કે તેહરાનથી 120 કિલોમીટર દક્ષિણમાં ઈરાનના શહેર ક્યુમમાં જામકરન મસ્જિદ ( Jamkaran Mosque )ના મુખ્ય ગુંબજ (Dome ) પર લાલ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ઈરાને ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે અને આ લાલ ધ્વજને બદલો લેવાનું પ્રતીક માનવામાં આવે છે, જે વધતા તણાવ અને ઈઝરાયેલ સામે સંભવિત જવાબી હુમલાનો સંકેત હોઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચો : Israel-Hamas War :’કાયરતાપૂર્ણ હત્યાનો જવાબ…’, હાનિયાના મોતથી ગુસ્સે ભરાયેલા હમાસે ઈઝરાયેલને આપી આવી ધમકી!

Ismail Haniyeh: હાનિયા સુપ્રીમ લીડર સાથે મુલાકાત કરી 

મહત્વનું છે કે ઈસ્માઈલ હનીયેહ નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહ માટે ઈરાનમાં હતા.  હત્યાના થોડા સમય પહેલા સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની સાથેની તેમની મુલાકાતની તસવીરો પણ સામે આવી હતી, જેમાં હાનિયા સુપ્રીમ લીડર સાથે મુલાકાત કરી રહ્યા છે. ( Israel Hamas War ) ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા હાનિયા ની હત્યાની નિંદા કરતા વધુ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ઈરાની સેનાએ હમાસના વડાની હત્યાને “ગુનાહિત અને કાયરતાપૂર્ણ” ગણાવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Diego Garcia Missile Attack: ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર મિસાઈલ વર્ષા; શું હવે ટ્રમ્પ આપશે જડબાતોડ જવાબ?
US Lift Iran Oil Sanctions: ‘બજારમાં તેલ-ગેસનો પુરવઠો થશે પૂર્વવત! હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ દૂર થવાના સંકેત; અમેરિકાની જાહેરાતથી ભારત સહિત અનેક દેશોને રાહત
Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Exit mobile version