News Continuous Bureau | Mumbai
Israel bars U.N. secretary : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. મંગળવારે મોડી સાંજથી બંને તરફથી હવાઈ હુમલા ચાલુ છે. તેની અસર સમગ્ર વિશ્વમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ છે. ઇઝરાયેલની સેનાએ લેબનોનમાં ઘુસીને હિઝબુલ્લાહ લડવૈયાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. અમેરિકાએ ઈરાનને પણ ચેતવણી આપી છે. આ બધાની વચ્ચે, ઈઝરાયેલે ગંભીર આરોપ લગાવીને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પર તેના દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ હવે ઈઝરાયેલની મુલાકાત લઈ શકશે નહીં.
Israel bars U.N. secretary : સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ
ઇઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે એક નિવેદન જારી કરીને કહ્યું કે, જે કોઈ પણ વ્યક્તિ ઈઝરાયેલ પર ઈરાનના ગુનાહિત હુમલાની નિંદા કરવામાં અસમર્થ છે તે ઈઝરાયેલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી. આ (ગુટેરેસ) સેક્રેટરી જનરલ છે જે ઇઝરાયેલને નફરત કરે છે, જે આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને સમર્થન આપે છે. ગુટેરેસને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Israel Iran conflict : યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનમાં હાજર ભારતીયોને લઈને સરકાર ચિંતિત… એડવાઇઝરી કરી જારી આપી આ સલાહ, એરલાઈન્સ પણ એલર્ટ મોડ પર..
તેમણે કહ્યું કે આ એક મહાસચિવ છે જેમણે 7 ઓક્ટોબરે હમાસના હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર અને જાતીય અત્યાચારની નિંદા કરી નથી અને ન તો તેમને આતંકવાદી સંગઠન જાહેર કરવાના કોઈ પ્રયાસનું નેતૃત્વ કર્યું છે. હમાસ, હિઝબોલ્લાહ, હુથી અને હવે ઈરાનના આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને સમર્થન આપનારા સેક્રેટરી જનરલને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે. ઇઝરાયેલ એન્ટોનિયો ગુટેરેસ સાથે અથવા તેના વિના, તેના નાગરિકોનું રક્ષણ કરવાનું અને તેની રાષ્ટ્રીય ગૌરવ જાળવવાનું ચાલુ રાખશે.
Israel bars U.N. secretary : ઈરાનીએ જાહેર કર્યું મોસ્ટ વોન્ટેડ લિસ્ટ, નેતન્યાહુનું નામ પણ સામેલ
ઈરાનના ગુપ્તચર મંત્રાલયે ઈઝરાયેલના મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે. ગુપ્તચર એજન્સી દ્વારા હિબ્રુમાં જારી કરાયેલી ધમકીમાં, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને તેમના અન્ય મુખ્ય સંરક્ષણ અધિકારીઓને ખતમ કરવામાં આવશે. નેતન્યાહુનું નામ ફોટોગ્રાફ સાથેની યાદીમાં ટોચના ત્રણમાં છે, ત્યારબાદ રક્ષા મંત્રી યોવ ગાલાન્ટ અને આર્મી ચીફ હરઝી હલેવીનું નામ છે.
Israel bars U.N. secretary : લેબનોનના સરહદી શહેરમાં સામ-સામે લડાઈ ચાલુ
ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે લેબેનોન પર હુમલા તેજ કર્યા છે. ઈઝરાયેલે છેલ્લા 12 કલાકમાં છઠ્ઠી વખત બેરૂત પર હુમલો કર્યો છે. તે જ સમયે, ઇઝરાયેલે જમીન પર હુમલો કરવા માટે વધુ સૈનિકોને લેબેનોન જવાનો આદેશ આપ્યો છે. ડઝનબંધ ગામોને ખાલી કરાવવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. લેબનોનના હિઝબુલ્લાહનું કહેવું છે કે તેના લડવૈયાઓ સરહદી શહેર મરુન અલ રાસમાં ઇઝરાયેલી દળો સાથે હાથોહાથ લડી રહ્યા છે. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે ઉત્તરીય વિસ્તારમાં સફેદમાં રોકેટ સાયરન બંધ કરી દેવામાં આવ્યું છે. લેબનોન સાથેની ઇઝરાયેલની સરહદ પર હિઝબુલ્લાહ લડવૈયાઓ સાથેની અથડામણમાં બે ઇઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે અને 18 ઘાયલ થયા છે.
