લો બોલો, આ દેશે દુશ્મનનો ખાતમો કરવા બનાવી દીધી લોખંડની દિવાલ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

ગુરુવાર.

ઇઝરાયેલે પોતાના નાગરિકોને ચેતવણી આપી હતી કે હમાસ ગાઝામાંથી ટનલ મારફતે ઇઝરાયેલના વિસ્તારમાં ઘૂસણખોરી કરીને હુમલા કરી શકે છે. ગેન્ટ્‌ઝે કહ્યું કે બેરિયર ઇઝરાયેલી નાગરિકોને સુરક્ષાનો અનુભવ કરાવશે. ઇઝરાયેલે વેસ્ટ બેંક વિસ્તારમાં પણ આવી જ દીવાલ બનાવી છે.ઇઝરાયેલનું ગાઝામાં હમાસ સાથે લાંબા સમયથી યુદ્ધ ચાલુ છે. હમાસના હુમલાથી બચવા માટે ઈઝરાયેલે ૬૫ કિલોમીટર લાંબી ‘લોખંડની દીવાલ’નું નિર્માણ પૂર્ણ કર્યું છે. આ હાઇટેક દીવાલ અંડરગ્રાઉન્ડ સેન્સર, રડાર અને કેમેરાથી સજ્જ છે. ગાઝા બાજુથી આ દીવાલને પાર કરવાનો કોઈપણ પ્રયાસ દુશ્મન ઈઝરાયલી સુરક્ષા દળોની નજરોમાં આવી જશે અને આંખના પલકારામાં જ તેમનો ખાતમો થઈ જશે. ઇઝરાયેલ તેને એક બેરિયર ગણાવી રહ્યું છે, જેનું નિર્માણ લગભગ સાડા ત્રણ વર્ષ બાદ પૂર્ણ થયું છે. ૨૦૦૭માં હમાસ શાસન આવ્યું ત્યારથી ઇઝરાયલે ગાઝા પર નાકાબંધી કરી છે. આ અંતર્ગત સામાન અને લોકોની અવરજવર પર કડક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. ગાઝા શહેરમાં લગભગ ૨૦ લાખ લોકો રહે છે અને તેમને આ ઇઝરાયેલી પ્રતિબંધોમાંથી પસાર થવું પડે છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે ૬૫ કિલોમીટર લાબા બેરિયરનું કામ પૂરું થઈ ગયું છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે તેમાં સેન્સર સાથે અન્ડરગ્રાઉન્ડ બેરિયર, ૬ મીટર ઉંચી સ્માર્ટ વાડ, રડાર, કેમેરા અને મેરીટાઈમ સર્વેલન્સ સિસ્ટમ પણ સામેલ છે. ઇઝરાયેલના રક્ષા મંત્રી બેની ગેન્ટ્‌ઝે જણાવ્યું હતું કે આ ઢાંચો દક્ષિણ ઇઝરાયેલના લોકો અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે લોખંડની દીવાલનું કામ કરશે.

પાકિસ્તાની રૂપિયો ગગડ્યો, અમેરિકી ડોલર સામે દેશનું ચલણ રેકોર્ડ સ્તરની નીચી સપાટીએ પહોંચ્યું

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More