News Continuous Bureau | Mumbai
Israel Gaza Attack: ઈઝરાયેલ ( Israel ) અને હમાસ ( Hamas ) વચ્ચે છેલ્લા 9 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને તરફથી સતત મોટી સંખ્યામાં લોકો માર્યા જાય છે. ઇઝરાયેલમાં ભારતીય મૂળની 3 યુવતીઓનું પણ મોત થયું છે. બે યુવતીઓ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)નો ભાગ હતી જ્યારે ત્રીજી વિશે હજુ સુધી નક્કર માહિતી મળી નથી.
IDF તરફથી હમાસ આતંકવાદીઓ ( Hamas terrorists ) સામે લડતી વખતે બે સૈનિક યુવતીઓ શહીદ થઈ હતી. જ્યારે ત્રીજી યુવતી વિશે વધુ વિગતો મળી શકી નથી. ત્રણેય મહારાષ્ટ્રના ભારતીય યહૂદી સમુદાય સાથે સંબંધ ધરાવતી હતી. હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય મહિલા સૈનિકો ( Indian Women Soldiers ) માં એક 22 વર્ષીય લેફ્ટનન્ટ ઓર મોસેસ અને ઈન્સ્પેક્ટર કિમ ડોકરેકર છે. ઓર મોસેસ હોમ ફ્રન્ટ કમાન્ડમાં તૈનાત હતા, જ્યારે કિમ ડોકરાકર બોર્ડર પોલીસ ઓફિસમાં તૈનાત હતા. 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં ડ્યુટી દરમિયાન બંનેના મોત થયા હતા.
આ યુદ્ઘમાં 286 સૈનિકો અને 51 પોલીસ અધિકારીઓના મોત થયા છે
તમને જણાવી દઈએ કે આ યુદ્ઘમાં અત્યાર સુધીમાં 286 સૈનિકો અને 51 પોલીસ અધિકારીઓના મોત થયા છે. તેમજ કેટલાય લોકોના અપહરણ કરવામાં આવ્યા છે. જેમાં અપહરણ થયેલા કેટલાકની ઓળખ પણ હજુ સુધી થઇ નથી. ભારતીય મૂળની 24 વર્ષીય મહિલા શહાફ ટોકર 7 ઓક્ટોબરે હમાસના હુમલામાંથી બચી ગઈ હતી. હુમલામાં બચી ગયેલા શહાફ અને તેના મિત્ર યાનીરે આ હુમલા વિશે એજન્સી સાથે વાત કરી હતી.
શહાફના દાદા યાકોવ ટોકર પહેલા મુંબઈમાં રહેતા હતા જે 1963માં મુબંઈથી ઈઝરાયેલ પહોંચ્યા હતા અને ત્યારથી જ તેમનો પરિવાર ત્યાં જ રહે છે. હુમલા વિશે વાત કરતા શહાફે કહ્યું કે તે અને તેનો મિત્ર અને પરીવાર હજુ પણ આઘાતમાં છે. શહાફે જણાવ્યું કે 7 ઓક્ટોબરના રોજ તે તેના મિત્ર યાનીર સાથે દક્ષિણ ઈઝરાયેલમાં યોજાઈ રહેલી પાર્ટીમાં ગઈ હતી. અચાનક તેણે જોયું કે આકાશમાંથી રોકેટો એક બાદ એક સતત છોડવામાં આવી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ભારતમાં ‘હમાસ જેવું આતંકવાદી સંગઠન બનાવવાની તૈયારી’… ભાજપ નેતા સંગીત સોમનું વિવાદિત નિવેદન…જાણો બીજુ શું કહ્યું સંગીત સોમે.. વાંચો વિગતે અહીં..
શહાફે આ હુમલો થયો ત્યારેની વાત કરતા જણાવ્યું હતુ કે મેં યાનીરને કહ્યું કે આકાશમાંથી મિસાઇલો પડી રહી છે. આ પછી અમે કાર તરફ દોડવા લાગ્યા. દોડતી વખતે મારો પગ લપસી ગયો અને હું જમીન પર પડી ગયો. યાનીરે મને ઉપાડ્યો અને કહ્યું કે બધું બરાબર છે, પણ અમારે અહીંથી જલ્દી ભાગવું પડશે. અમે કારમાં બેઠા અને તેને ચલાવવા લાગ્યા. પોલીસે અમને જમણી તરફ દોડવાનું કહ્યું, પણ તે રસ્તો તેલ અવીવ તરફ જતો ન હતો, તેથી અમે પાછા વળીને તેલ અવીવ તરફ જવાનું નક્કી કર્યું.