Israel-Hamas war: ઈઝરાયલ- હમાસ યુદ્ધમાં જઈ રહ્યા છે મહિલા અને બાળકોના જીવ! હવે યુરોપિયન યુનિયનના આટલા દેશોએ કરી તાત્કાલિક યુદ્ધવિરામની માંગ.

Israel-Hamas war: યુરોપિયન યુનિયનના દેશોએ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી છે. તેમ જ રફાહમાં યુદ્ધને તરત રોકવાની પણ માંગ કરવામાં આવી છે. આ યુદ્ધવિરામ બાદ કાયમી યુદ્ધવિરામનો માર્ગ પણ ખુલશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

by Bipin Mewada
Israel-Hamas is going to war, the lives of women and children! Now so many countries of the European Union have demanded an immediate ceasefire

News Continuous Bureau | Mumbai    

Israel-Hamas war: યુરોપિયન યુનિયનના 26 દેશોએ ગાઝા પર તાત્કાલિક યુદ્ધવિરામની ( ceasefire ) માંગ કરી છે. નોંધનીય છે કે, હમાસ દ્વારા 7 ઓક્ટોબરના હુમલા બાદ ઈઝરાયેલની સેનાએ ગાઝા પર હુમલો કર્યો હતો. જેમાં હવે રફાહ શહેર પર હુમલાને રોકવા માટે યુરોપિયન યુનિયન ( European Union ) આગળ આવ્યું છે. 

EU વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે ( Josep Borrell ) સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હંગેરી સિવાય EU દેશોએ ગાઝા ( Gaza )  પરના હુમલામાં ‘માનવતાવાદી વિરામ’ માટે હાંકલ કરી છે. બોરેલે વધુમાં કહ્યું હતું કે, 26 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ એક નિવેદન પર સહમત થયા છે. આ નિવેદનના આધારે રફાહમાં યુદ્ધને તાત્કાલિક રોકવાની માંગ કરવામાં આવી છે. આ યુદ્ધવિરામ બાદ કાયમી યુદ્ધવિરામનો માર્ગ પણ ખુલશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, ઇઝરાયલનું મિત્ર દેશ હંગેરી આ માંગમાંથી બાકાત રહી ગયું છે. હંગેરી ઘણીવાર ઇઝરાયેલના સમર્થનમાં બોલે છે. પરંતુ આ વખતે તેને સંઘના નિવેદનથી બાકાત રાખવામાં આવ્યા છે.

  ઈઝરાયેલના સૈન્ય અભિયાન દરમિયાન મોટાભાગની ( Palestine women ) પેલેસ્ટાઈન મહિલાઓ અને બાળકોના મોત થઈ રહ્યા છેઃ રિપોર્ટ…

એક રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 30 હજારથી વધુ લોકોના મોત થયા છે. 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસે લગભગ 250 ઈઝરાયેલ લોકોને બંધક બનાવ્યા હતા. જેમાંથી લગભગ 100 લોકો હજુ પણ હમાસના નિયંત્રણમાં છે. હમાસ દ્વારા રોકેટ હુમલા બાદ ઈઝરાયેલ હમાસ વિરુદ્ધ સતત સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. આ અભિયાનમાં પેલેસ્ટાઈનના નાગરિકો મરી રહ્યા છે. આ સંજોગોને જોતા હવે યુરોપિયન યુનિયન આગળ આવ્યું છે. જેમાં સંઘે ગાઝા પર યુદ્ધવિરામની માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Congress Nyay Yatra: 26 ફેબ્રુઆરીથી આ તારીખ સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા પર લાગશે બ્રેક, રાહુલ ગાંધી હવે વિદેશ પ્રવાસે.

બીજી તરફ શનિવારે જર્મની પહોંચેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે વાત કરી હતી. તેમણે નિવેદન આપતા 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના રોકેટ હુમલાને ‘આતંકવાદ’ ગણાવ્યો હતો. આ દરમિયાન અમેરિકા અને જર્મનીના વિદેશ મંત્રીઓ પણ હાજર હતા.

રિપોર્ટ વધુમાં જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના સૈન્ય અભિયાન દરમિયાન મોટાભાગની પેલેસ્ટાઈન મહિલાઓ અને બાળકોના મોત થઈ રહ્યા છે. બીજી તરફ ઈઝરાયેલનું કહેવું છે કે તે સૈન્ય કાર્યવાહી દરમિયાન પેલેસ્ટિનિયન નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યું છે.

Join Our WhatsApp Community

You may also like