Site icon

Israel Hamas War: ગાઝામાં હોસ્પિટલ બાદ હવે ચર્ચ પર હુમલો! મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા, આરોપ-પ્રત્યારોપ શરૂ. જાણો સંપુર્ણ મામલો વિગતે.. વાંચો અહીં…

Israel Hamas War: ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા રોકેટ હુમલામાં 500થી વધુ નિર્દોષ પેલીસ્ટિનિયન નગરિકોએ જીવ ગુમાવ્યો હતો. આ હુમલા માટે હમાસ અને ઇઝરાયલ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન હમાસે ઇઝરાયલ પર વધુ એક આરોપ લગાવ્યો છે. હમાસે ઇઝરાયલ પર ચર્ચ કમ્પાઉન્ડ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

Israel Hamas War After the hospital in Gaza, now attack the church! A large number of casualties are feared, accusations and counter-attacks begin

Israel Hamas War After the hospital in Gaza, now attack the church! A large number of casualties are feared, accusations and counter-attacks begin

News Continuous Bureau | Mumbai

Israel Hamas War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ માનવતા માટે કલંક રૂપ સાબિત થઇ રહ્યું છે, બંને પક્ષે મળીને હજુ સુધીમાં પાંચ હજારથી વધુ લોકોના મોત થયા છે. મંગળવારે ગાઝાની ( Gaza ) અલ-અહલી હોસ્પિટલ ( Al-Ahli Hospital ) પર થયેલા રોકેટ હુમલામાં ( Rocket attacks ) 500થી વધુ નિર્દોષ પેલીસ્ટિનિયન નગરિકોએ જીવ ગુમાવ્યો હતો. આ હુમલા માટે હમાસ અને ઇઝરાયલ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન હમાસે ઇઝરાયલ પર વધુ એક આરોપ લગાવ્યો છે. હમાસે ઇઝરાયલ પર ચર્ચ ( Chruch )  કમ્પાઉન્ડ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

Join Our WhatsApp Community

હમાસ નિયંત્રિત પેલેસ્ટાઈનના ( Palestine ) આંતરિક મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાયલે હવાઈ હુમલો કરી ગાઝામાં એક ઓર્થોડોક્સ ગ્રીક ચર્ચ પર હુમલો કર્યો હતો, આ ચર્ચમાં લગભગ 500 પેલેસ્ટિનિયન નાગરીકો શરણ લઇ રહ્યા હતા, આ તમામ એ લોકો હતા જેમને પોતાનું ઘર છોડવું પડ્યું છે. ચર્ચના પ્રશાસને પણ આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તે કથિત હુમલાની તપાસ કરી રહી છે.

 ગ્રીક ઓર્થોડોક્સ સેન્ટ પોર્ફિરિયસ ચર્ચ એ ગાઝાનું સૌથી જૂનું ચર્ચ….

ગ્રીક ઓર્થોડોક્સ સેન્ટ પોર્ફિરિયસ ચર્ચ એ ગાઝાનું સૌથી જૂનું ચર્ચ છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ અનુસાર, ચર્ચના એક પાદરીએ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે તેને નિશાન બનાવવામાં આવી શકે છે, કારણ કે ત્યાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંને આશ્રય લઇ રહ્યા હતા. ફાધર એલિયાસે કહ્યું હતું કે, “આ ફક્ત ધર્મ પર હુમલો નહીં, એક અધમ કૃત્ય છે, આ માનવતા પર હુમલો છે”.

ચર્ચ સાથે જોડાયેલા ધાર્મિક સંગઠને નિવેદન બહાર પાડ્યું છે જે પુષ્ટિ કરવામાં આવી છે ચર્ચ નાશ પામ્યું છે. નિવેદનમાં કહેવમાં આવ્યું છે કે, આર્કબિશપ એલેક્સીઓસ જીવિત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેઓ ઘાયલ છે કે કેમ એ અંગે જાણકારી નથી. અમારી પાસે ચર્ચમાં શરણ લઇ રહેલા 500 થી વધુ લોકોની સ્થિતિ વિશે કોઈ સમાચાર નથી.

આ સમાચાર પણ વાંચો : Mumbai: બોલો, મૂષકોએ રેલવેની કરી ઊંઘ હરામ, વીડિયો થયો વાઈરલ.. જુઓ વિડીયો… વાંચો વિગતે અહીં…

એક અહેવાલ મુજબ બોમ્બ બે ચર્ચ હોલ પર પડ્યા જ્યાં બાળકો અને મહિલાઓ સહિત શરણાર્થીઓ સૂતા હતા. હાલમાં, બચી ગયેલા લોકો અન્ય ઘાયલોની શોધ માટે કાટમાળ હટાવી રહ્યા છે. અંદાજ મુજબ 150-200 લોકો મૃત્યુ પામ્યા છે, મૃતકોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.

Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Exit mobile version