News Continuous Bureau | Mumbai
Israel Hamas war : હમાસ અને ઇઝરાયેલ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, દરમિયાન હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ બાદ આ યુદ્ધ નોંધપાત્ર રીતે વકર્યું છે. બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, ભારતીય એરલાઈન એર ઈન્ડિયાએ દિલ્હીથી ઈઝરાયેલના શહેર તેલ અવીવની ફ્લાઈટ રદ્દ કરી દીધી છે.
Israel Hamas war સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભર્યું આ પગલું
એર ઈન્ડિયાએ ગુરુવારે ઓપરેશનલ કારણોને ટાંકીને રાજધાનીથી તેલ અવીવની તેની ફ્લાઇટ રદ કરી હતી. એર ઈન્ડિયાએ કહ્યું કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધી રહેલા તણાવને કારણે તેણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે અને હાલ માટે ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.
Israel Hamas war તેલ અવીવ માટે ચાર ફ્લાઈટ ચલાવે છે
મહત્વનું છે કે એર ઈન્ડિયા દર અઠવાડિયે દિલ્હીથી તેલ અવીવ માટે ચાર ફ્લાઈટ ચલાવે છે. તેની વેબસાઈટ પર તેલ અવીવની ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરતાં એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર તેણે 1 ઓગસ્ટના રોજ તેની દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ AI139 અને તેલ અવીવથી દિલ્હીની ફ્લાઈટ AI140 રદ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને ફ્લાઇટમાં મુસાફરી માટે કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને તેમની ટિકિટના પૈસા પરત કરવામાં આવશે. એર ઈન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો.
Israel Hamas war ઇઝરાયેલ હમાસ યુદ્ધ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગત વર્ષે ઓક્ટોબરથી ચાલી રહેલ યુદ્ધ અટકવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી, પરંતુ યુદ્ધની આગ વધુ ભડકી રહી છે. તાજેતરમાં ઈઝરાયેલે તેના સૌથી મોટા દુશ્મન હમાસના પ્રમુખ ઈસ્માઈલ હાનિયાને ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસીને મારી નાખ્યા હતા. જે બાદ તણાવ વધી ગયો છે. આ પહેલા ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ જૂથે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જે બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. જેમાં અત્યાર સુધી પેલેસ્ટાઈનના હજારો લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે.
આ સમાચાર પણ વાંચો : Rain fury in Uttarakhand: ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, કેદારનાથ રોડ પર ફસાયા અનેક યાત્રાળુ; વાયુ સેના આવી મદદે.. બચાવ કાર્ય શરુ…
Israel Hamas war કોણ હતા ઈસ્માઈલ હાનિયા?
ઈસ્માઈલ હાનિયા હમાસ જૂથનો પ્રમુખ હતો, તેણે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલાની સંપૂર્ણ યોજના બનાવી હતી. હમાસના લડવૈયાઓ હાનિયાના આદેશ પર કામ કરતા હતા. તેઓ 2006થી હમાસના સુપ્રીમ કમાન્ડર હતા. હાનિયાના મોત પર હમાસનું નિવેદન પણ સામે આવ્યું છે. આતંકી સંગઠને કહ્યું છે કે હાનિયાના મોતમાં ઈઝરાયેલનો હાથ હતો.