News Continuous Bureau | Mumbai
Israel-Hamas war : ઈઝરાયેલ છેલ્લા કેટલાક દાયકાના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. ગત શનિવારે હમાસ ( Hamas ) દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલામાં 1000થી વધુ ઈઝરાયલી માર્યા ગયા છે અને 150થી વધુ લોકો બંધક છે. આ કારણે ઈઝરાયેલને હમાસ સાથે વ્યવહાર કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેને તેણે ક્યારેય મોટો પડકાર ગણ્યો ન હતો. પરંતુ તેની પહેલા જે ખરી કટોકટી ઊભી થઈ છે તે એ છે કે હમાસ સિવાય તેને વધુ બે મોરચે યુદ્ધમાં ઉતરવું પડી શકે છે. આ બે મોરચા છે, લેબનોન ( Lebanon ) અને સીરિયા ( Syria ) . ઈઝરાયેલ બંને દેશો સાથે ઘણી વખત યુદ્ધ લડી ચુક્યું છે.
ઇઝરાયેલ ( Israel ) અને હમાસ ( Hamas ) વચ્ચેના યુદ્ધમાં પુતિન કોનો સાથ આપશે?
હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ લેબનોનમાં કાર્યરત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ ( Hezbollah ) ઈઝરાયેલની ટેન્કને નિશાન બનાવી મિસાઈલ છોડી હતી. તેણે પેલેસ્ટાઈનના ( Palestine ) લોકો સાથે પોતાની એકતા દર્શાવવા માટે આવું કર્યું. ભૂતકાળમાં લેબનોન ઇઝરાયેલ સામેના યુદ્ધોનો એક ભાગ રહ્યું છે. એટલું જ નહીં, ઈઝરાયેલ પર હુમલા બાદ લેબનોનમાં ઘણી જગ્યાએ મીઠાઈઓ વહેંચવામાં આવી હતી અને ઉજવણી પણ કરવામાં આવી હતી. ઈઝરાયેલે ઈરાન ( Iran ) તરફી હિઝબુલ્લાહની એક પોસ્ટ પર પણ રોકેટ છોડ્યું હતું. પરંતુ હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ખોલવામાં આવેલો આ મોરચો મુશ્કેલીઓ વધારી રહ્યો છે. 2006 થી ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે અનેક યુદ્ધો થયા છે. હિઝબોલ્લાહની સ્થાપના ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા 1982માં કરવામાં આવી હતી.
95 વર્ષના ઈઝરાયલીએ પણ હાથમાં લીધા હથિયાર, દુનિયાભરમાં થઈ રહી છે વાયરલ તસવીર
સીરિયા અને ઈઝરાયેલ પણ એવા દુશ્મન છે, જે ગમે ત્યારે મોરચો ખોલી શકે છે. સીરિયા તરફથી ઈઝરાયેલ તરફ ગોળીબાર પણ થયો છે, જેનો નેતન્યાહુની સેનાએ જવાબ આપ્યો છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે અમારા વિસ્તારમાં ઘણા શેલ છોડવામાં આવ્યા છે. 1967માં ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચે 6 દિવસનું ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધ પછી જ ઇઝરાયેલે સીરિયાના ગોલાન હાઇટ્સ વિસ્તાર પર કબજો કર્યો હતો. ઇઝરાયેલે તેના કેટલાક વધુ વિસ્તારોને કબજે કર્યા હતા. જોકે સંયુક્ત રાષ્ટ્ર તેને માન્યતા આપતું નથી.
આ સમાચાર પણ વાંચો : King Cobra: કોંગ્રેસ નેતાની કારના બોનેટ પર બેસી ગયો કિંગ કોબ્રા, અનેક કિલોમીટર સુધી કરી મુસાફરી.. જુઓ વિડીયો
ફરી ઉભી થઈ શકે છે ઇઝરાયલ સાથે જૂની દુશ્મનાવટ
આવી સ્થિતિમાં સીરિયા અને લેબનોન સાથે ઈઝરાયેલની જૂની દુશ્મની ફરી સામે આવી શકે છે. 1973 પછી ઇઝરાયેલ માટે આ સૌથી મોટું સંકટ છે. નોંધનીય છે કે ગાઝા પટ્ટી પર 2007થી હમાસનું શાસન છે અને તેણે ઈઝરાયેલ પર અનેક વખત હુમલા કર્યા છે.